લગ્નમાં જેવી પોલીસે એન્ટ્રી મારી કે લોકોની નાસભાગ મચી ગઈ, વરરાજા ચોરી માથી સીધા પોલીસ સ્ટેશને પોહંચી ગયા.

કોરોનાની વધતી જતી મહામારી વચ્ચે પોલીસ ગાઈડલાઈનનું પાલન કરવા માટે મથી રહી છે. હાલની ગાઈડલાઈન મુજબ લગ્નમાં વધુમાં વધુ 50 લોકોને હાજર રહેવા માટે મંજૂરી મળી છે.

જૂનાગઢ જિલ્લામાં એક લગ્નમાં કોરોના નિયમોનો ભંગ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લગ્નમાં પોલીસ પહોંચતા લોકોની નાસ ભાગ મચી ગઈ હતી. પોલીસે વરરાજા સહીત 8 લોકોની અટકાયત કરી હતી.

જૂનાગઢ જિલ્લાના લીન્દ્રા ગામના એક લગ્નમાં 50 થી વધુ લોકો એકઠા થયાની પોલીસને જાણકારી મળી હતી ઘટનાની જાણકારી મળતા પોલીસની એક ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. લગ્ન મંડપમાં પોલીસને હાજર જોઈને હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લગ્નમાં જાહેરનામાનો ભંગ થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા વરરાજા સહીત 8 લોકો વિરુદ્ધ જાહેરનામના ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ આ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખુબજ વિકટ થઇ રહી છે.

માટે કોરોના સંક્રમણને રોકવા માટે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. જે પણ લોકો કોરોના જાહેરનામાનો ભંગ કરે છે તેમની વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!