પોતાની પહેલી પત્નીને છુટાછેડા આપ્યા વગર વરરાજા બીજા લગ્ન કરવા નિકરી પડ્યા પહેલી પત્નીએ કર્યું કઈ એવું કે વરરાજા ૧૦ મિનિટમાં સીધા થઇ ગયા.

તમે એવું સાંભર્યું છે કે વરરાજા લગ્ન કરવા જાય ને દુલ્હન પોતે જ પોલીસ બોલાવીને વરરાજાને જેલ ભેગા કરી દે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના પીળીભાટીથી સામે આવ્યો છે. જ્યાં ચાલુ લગ્ને ખુબજ હોબાળો મચ્યો હતો. પોલીસે ચાલુ લગ્ને આવીને વરરાજને ઉઠાવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ વરરાજાના બે લગ્નને લઈને થયો હતો.

વરરાજા પર આરોપ છે કે પહેલી પત્નીને છુટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી રહ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વરરાજાની પહેલી પત્નીએ જણાવ્યું હતું કે તેના લગ્ન 2012 માં થયા હતા.

મહિલાએ જણાવ્યું કે લગ્નના થોડાજ મહિનાઓ પછી સાસરિયાવાળા જોડે તેના ઝગડાઓ ચાલુ થઇ ગયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે તેના સાસરિયાવાળા તેને દહેજ લાવવા માટે હેરાન કરી રહ્યા હતા.

તેનો પતિ પણ તેના રંગની મજાક ઉડાવતો હતો. જેને લઈને મહિલાએ સાસરિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જયારે મહિલાને ખબર પડી કે તેનો પતિ બીજા લગ્ન કરી રહ્યો છે. ત્યારે તે લગ્ન રોકવા માટે પોલીસને લઈને પહોંચી ગઈ હતી.

મહિલાએ લગ્ન સ્થળ પર પહોંચીને હંગામો મચાવ્યો હતો. પોલીસ પણ લગ્ન કરી રહેલા વરરાજાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. મહિલાએ કહ્યું કે હજુ સુધી અમારા છુટાછેડા નથી થયા. આ નિયમ વિરુદ્ધ છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. પોલીસ દ્વારા વરરાજાની આ મુદ્દે પૂછતાજ કરાવમાં આવી રહી છે.

error: Content is protected !!