આ દુલ્હનને કોરોના કરતા મેકઅપની વધારે ચિંતા છે

રામનવમીના દિવસે ચંદીગઢમાં એક દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.આ લોકડાઉનમાં પોલીસ પણ લોકો પર કડક કાર્યવાહી કરી રહી હતી. એક દુલ્હનને મેકપઅપ બચાવવા માટે માસ્ક ન પહેરવું ભારે પડી ગયું. ચંદીગઢ પોલીસે દુલ્હનની કારને રોકી હતી અને માસ્ક વગર બેઠેલી દુલ્હનને પોલીસે દંડ ફટકાર્યો હતો.પોલીસે દુલ્હનને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ દરમિયાન દુલ્હનના પરિવારન લોકો પોલીસને વિનંતી કરી રહ્યા હતા કે મેકઅપના કારણે દુલ્હને માસ્ક નથી પહેર્યું પણ પોલીસે દુલ્હનના પરિવારનું કઈ સાંભર્યું ન હતું અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બુધવારની છે. રામનવમીના દિવસે ચંદીગઢમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે આ સમયે એક કાર પસાર થઇ રહી હતી જેમાં એક દુલ્હન બેઠેલી હતી.

આ કારને ચંદીગઢ પોલીસે રોકી હતી. કારની આગળની સીટમાં દુલ્હન માસ્ક વગર બેઠી હતી પોલીસે તાત્કાલિક કારને રોકી હતી અને તપાસમાં બહાર આવ્યું હતું એ ચંદીગઢના સેક્ટર 8 માં આવેલા ગુરુદ્વારામાં લગ્ન માટે દુલ્હનનને લઇ જવામાં આવી રહી હતી.

દુલ્હનના ભાઈએ કહ્યું કે મેકઅપ વધારે હોવાથી તેનો મેકઅપ ખરાબ થઇ જશે એના ડરથી દુલ્હને માસ્ક નથી પહેર્યું પણ પોલીસે કઈ સાંભર્યું ન હતું અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો હતો.

error: Content is protected !!