એક દીકરી પોતાના પિતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલની બહાર સાંસદ સામે પિતાની જિંદગીની ભીખ માંગવા લાગી.

વધી રહેલા કોરોના સંક્રમણન કારણે હવે રાજ્યની બધી હોસ્પિટલોન બેડ પબ ભરાઈ ગયા છે અને સાથે સાથે ઓક્સિજન અને દવાઓની ભારે અછત પણ ઉભી થઇ છે. ત્યારે એવામાં દરેક હોસ્પિટલની બહાર દર્દીઓના પરિવારના સભ્યોની લાચારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આવી જ એક ઘટના વડોદરાના સયાજી રાવ હોસ્પિટલની બહારથી સામે આવી છે. જેમાં પોતાના પિતાને યોગ્ય સારવાર ન મળતા એક દીકરી વડોદરાના સાંસદ રંજન બેન સામે રડી રહી હતી.

આ દીકરીએ સાંસદ રંજન બેનને કહ્યું કે જો મારા પિતા જ ન રહે તો હું શું કામ જીવીશ. આ ઘટના અંગે વધુ વાત કરીએ તો વડોદરા શહેરના હર્ષદ ભાઈ પટેલ છેલ્લા 6 દિવસથી સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

જોકે તેમની યોગ્ય સારવાર ન થઇ રહી હોવાના આક્ષેપો સાથે દર્દીના પરિવારે હોસ્પિટલ સામે હોબાળો મચાવ્યો હતો. પોતાના પિતાને બચાવવા માટે એક દીકરી સાંસદ રંજન બેન ભટ્ટ સામે રડી પડી હતી.

દીકરીએ રંજન બેનને કહ્યું હતું કે જો મારા પિતા જ ન જીવતા હોય તો હું જીવને શું કરીશ. આ પછી રંજન બેનએ તે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેના પિતાની વિગતો લઈને તેમની સારવારમાં મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું. આ મહામારીમાં સામાન્ય લોકોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તે નેતાઓ ના સમજી શકે.

error: Content is protected !!