પતિ સરકારી સેવા આપતા આપતા મૃત્યુ પામ્યા પણ હજુ સુધી કોઈ સહાય નથી મળી, એક વિધવા માં ને એ નથી સમજાતું કે તે પોતાના 5 બાળકોને શું ખવડાવે.

લોકો દેશ માટે મારવા માટે પણ તૈયાર છે પણ જયારે તે પરિવારને મદદ કરવાનો સમય આવે છે ત્યારે તેમને કેમ સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે. આવી એક ઘટના પંજાબથી સામે આવી છે.

જ્યાં વીજળી વિભાગમાં કામ કરતા એક વ્યક્તિનું કામ કરતા સમયે કરંટ લગતા તેમનું મૃત્યુ થઇ ગયું છે. તેમના 5 બાળકો છે. 4 છોકરી અને 1 છોકરો છે. તેમની પત્ની પાસે એટલા પૈસા નથી કે તે તેમના બાળકોનું ભરણ પોષણ કરી શકે.

આ પરિવાર હવે સરકાર તરફથી કઇ મદદ મળે તેની રાહ જોઈ રહ્યો છે. હાલ આ પરિવારની એવી હાલત છે કે તેમની પાસે દૂધ લેવાના પણ પૈસા નથી. જે પણ અસ્થાઈ કામદાર તરીકે કામ કરે છે.

તે એટલા માટે સરકારને વારંવાર કહેતા હોય છે કે અમને કાયમી કરો કારણ કે જયારે તેમનું આવું અકાળે મૃત્યુ થઇ જાય ત્યારે તેમના પરિવારને આવી રીતે અનાજના એક એક દાણા માટે કોઈની સામે રોવું ના પડે.

હવે આ 5 બાળકોની જવાબદારી આ વિધવા અસહાય પત્ની પર આવી ગઈ છે. મૃતકની પત્નીને હવે સમજાતું નથી કે આ બાળકોનું પૂરું કઇ રીતે કરવું. તે એટલા ભણેલા પણ નથી કે બહાર જઈને નોકરી કરી શકે.

તેમનો નાનો છોકરો હંમેશા તેના હાથમાં કાગળ અને પેન રાખે છે અને તેના પિતાનું ચિત્ર બનાવતો રહે છે. તેને હજુ આશા છે કે તેના પિતા એક દિવસે જરૂરથી પાછા આવી જશે. હવે આ પરિવારને આશા હે કે સરકાર તરફથી કોઈ મદદ મળી જાય પણ ભગવાન જાણે તેમને ક્યારે મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!