પરિવાર કહેતો રહ્યો કે ઓક્સિજન ના કાઢો પણ ડોક્ટરે કોઈની વાત ન માની. ક્યાર સુધી ચાલશે આ બધું?

કોરોનાના કારણે ઘણા લોકોના જીવ ચાલ્યા ગયા છે. જેમાં હોસ્પિટલની બેદરકારીના પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હોસ્પિટલની બેદરકારીના લીધે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહયો છે. જામનગરની હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જામનગરના છગનભાઈનો કોવીડ રિપોર્ટ પોઝેટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છગનભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

ઓક્સિજનની ઉણપ થતા બધા દર્દીઓના ઓક્સિજન સુપોર્ટ કાઢી લેવામાં આવ્યો હતો. ત્યારે છગન ભાઈના પરિવારના લોકોએ ડોક્ટરને વિનંતી કરી હતી કે તેમને ઓક્સિજન સપોર્ટ પાછો ભરાવી લો પણ ડોક્ટરે તેમની એક ન માની.

આ પછી છગનભાઈનુ મૃત્યુ થયું હતું અને માતા અને પુત્રએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઓક્સિજન કાઢનાર કર્મચારીએ જણાવ્યું હતું કે તેમને ડોક્ટરના કહેવાથી ઓક્સિજન કાઢ્યો હતો.

આ ઘટનાની જાણ થતા હોસ્પિટલના સિનિયર ડોક્ટર અને પોલીસ પણ આવી ચુકી હતી. તેમના દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો હતો. અત્યારની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ડોક્ટરો દ્વારા આવી ગંભીર બેદરકારીઓ સામે આવતી રહેતી હોય છે. હોસ્પિટલની બેદરકારીના લીધે કોઈ નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ક્યાર સુધી ચાલશે આ બધું?

error: Content is protected !!