કૂતરાને રંગ લગાવવાની બાબતે થઇ માથાકૂટ,જેમાં એક યુવકની હત્યા કરાઈ,જાણો આખો મામલો

હાલમાં હોળી અને ધુળેટીનો તહેવાર ગયો છે અને તેવામાં જ ધુળેટીના તહેવારમાં જ એક એવો ચોંકાવનારો કિસ્સો નજર સામે આવ્યો હતો અને તેમાં એવું જોવા મળ્યું હતું કે એક કૂતરાને રંગ લગાવવાથી આ માથાકૂટ થઇ હતી અને ઝગડો થવાની માટે કોઈ એવું ખાસ કારણ નથી હોતું ઝગડોએ એમનેમ પણ થઇ જતો હોય જ છે.

અંકલેશ્વરના સેંગપુર ગામની આ ઘટનાએ ધુળેટીના દિવસે બની હતી અને એક યુવકની હત્યા થઇ હતી અને જેમાં ૯ જેટલા શખ્સોએ આ યુવકની હત્યા કરી હતી.

સેંગપુર ગામના ખાદી ફળિયાની અંદર રહેતા આ યુવકનું નામ દિલીપ વસાવા હતું અને દિલીપે ધુળેટીના દિવસે એક પરણિતા સંગીતા ના કૂતરાને રંગ લગાવ્યો હતો જે બાબત સંગીતાને નહતી

ગમી જેમાં સંગીતાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને કીધું હતું કે તું શું કામ મારા કૂતરાને કલર લગાવ્યો તેનો તે લુક બગડ્યો છે. તેની અંદર સંગીતાએ તેના પિયરમાં એક ફોન કર્યો અને જોત જોતામાં લાકડાના દંડ લઈને નવ જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા.

તેના પછી આ નવ લોકોએ દિલીપની ઉપર હુમલો કર્યો હતો અને દિલીપને માથામાં લાકડી વાગતા તેનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોટ થયું હતું.અને જેમાં પોલીસે આ મહિલાની સાથે સાથે આ નવ લોકોને પણ પકડીને હત્યાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ પણ હાથ ધરી છે.

આ ઝગડાનું કારણએ ખુબ જ નાનું હતું પણ એક યુવકે તેનો જીવ ગુમાવવો પડ્યો હતો અને નવાઈની વાત તો એ છે કે આ લોકો એકબીજાથી પરિચિત પણ છે,તો પણ આ ઘટના બની ગઈ હતી.

error: Content is protected !!