અમદાવાદની ધન્વંતરિ હોસ્પિટલની બહાર દર્દીઓને પ્રવેશ ના આપતા ભારે હોબાળો થયો હતો…
રાજ્યભરમાં કોરોના હાલ રાજા બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, તેથી હોસ્પિટલની બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે અને તેથી લોકોની હાલત ખુબ જ કપળી બની ગઈ છે. લોકો તેમના દર્દીની સારવાર કરાવવાની માટે તેમના સાધનો લઈને હોસ્પિટલની બહાર આજીજી કરી રહ્યા છે.
તેની વચ્ચે સરકારે કેટલીક હોસ્પિટલો તાત્કાલિક ધોરણે ઉભી કરી છે અને તેમાં હાલ અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં ૯૦૦ બેડની હોસ્પિટલ ઉભી કરી છે અને ત્યાં પણ હાલમાં દર્દીઓની ભારે અને મોટી લાઈનો જોવા મળી રહ્યો છે.
તેવામાં એક દર્દીનો પરિવાર તેમને દાખલ કરાવવાની માટે ઘણા પ્રયાસો કરી રહ્યો છે અને તેમને રોકવાની માટે પોલીસે ત્યાં બેરીકેટો પણ લગાવ્યા છે. આમ દાદીના પરિવાર જનોએ રિક્ષાની દ્વારા આ બેરીકેટ હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાનો એક વિડિઓ સોશિયલ મીડિયાની ઉપર વાયરલ થઇ રહ્યો છે અને આ એજ હોસ્પિટલ છે કે જેનું ઉદ્દઘાટન આપણા ગૃહ મંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારપછી બે દિવસ સુધી દર્દીઓને અહીંયા કેટલાય ધક્કા પણ ખાવા પડતા હતા, અને જે રીતનો નિયમ છે તે રીતે અહીંયા ૧૦૮ માં આવનારા દર્દીઓને જ દાખલ કરતા હતા આ નિયમે તો કેટલાક દર્દીઓનો ભોગ પણ લીધો હતો.
આપણા હાઇકોર્ટની સુનાવણી પછી સરકારે આ નિયમો બદલ્યા હતા અને ધન્વંતરિ હોસ્પિટલમાં પ્રવેશની માટે ૧૦૮ ફરજીયાત નથી. જેથી ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવામાં આવે છે.
નિયમ મુજબ દર્દીને ઝડપથી દાખલ કરી શકાય તેની માટે આધારકાર્ડને મરજિયાત બનાવાયું હતું. અહીંયા દાખલ કર્યાના પહેલા એક ફોર્મ ભરવાનું હોય છે અને તેઓ એક ટોકન આપે છે ત્યારબાદ અંદરથી જણાવ્યા પછી દર્દીને દાખલ કરવામાં આવે છે.
તેવામાં એક દર્દીને લઈને તેનો પરિવાર આવ્યો હતો આ લોકોની આજીજી કાર્ય હોવા છતાં પણ તેને દાખલ કરવામાં નહતો આવ્યો અને તેથી આ લોકો ખુબ જ ગુસ્સે થયા હતા અને આ રીક્ષા દ્વારા બેરીકેટ હટાવવાના પ્રયાસો પણ કર્યા હતા.