સોમનાથમાં શિક્ષક હીરો બનીને કોરોનાના દર્દીઓની આવી રીતે મદદે આવ્યા

હાલના કોરોનાકાળમાં એક બાજુએ આખા દેશમાં નકારાત્મકતા ફેલાઈ ગઈ છે, આ કોરોનાએ હાલમાં કેટલાય લોકોને તેના ભરડામાં લઇ લીધા છે. દર્દીઓ હાલમાં તડપી પણ રહ્યા છે, જેનાથી લોકો બહુ જ કંટારી પણ ગયા છે આની વચ્ચે એવા કેટલાક માનવતાના ઉદાહરણો આજ કાલ વધુ જોવા પણ મળે છે.

આ સમયે દર્દીઓની મદદ કરવાની માટે મેદાનમાં એક શાળાના આચાર્ય મેદાનમાં આવી ગયા છે, ગીર સોમનાથના વેરાવળ તાલુકાના તાંતીવેલા પ્રાથમિક શાળાના એક આચાર્ય સાહેબે જેમનું નામ રમેશ રામ જેઓ પોતાની શાળાની તમામ પ્રકારની કામગીરી પુરી કર્યા પછી કોવીડની હોસ્પિટલમાં ૧૦ થી ૧૨ કલાક સુધી રોજે રોજ સેવા આપી રહ્યા છે.

તેઓ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક હોય કે પછી કોઈને વસ્તુઓ પહોંચાડવાનું કામ હોય કે પછી આ દર્દીઓની જોડે જઈને માનસિક સાન્ત્વનતા આપવાનું કામ અને આ દર્દીઓનું મનોબળ ઊંચું લઇ જવાનું કાર્ય આ શાળાના આચાર્ય સ્વયંસેવક તરીકે કરી રહ્યા છે.

આ આચાર્યને પૂવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે, હું કોવીડના દર્દીઓની જોડે જાઉં છું અને તેમને એવું કહું છું કે તમારી તબિયત કાલની કરતા આજે સારી છે અને તેનાથી તેમનું મનોબળ ઊંચું આવે છે.

સાહેબનું એવું કહેવું છે કે, હાલની આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો ગુજરાતમાં અને બીજા બધા રાજ્યોમાં આપણો મેડિકલ સ્ટાફ નથી પહોંચી વરતો જેથી કરીને આપડે બધાએ આવા કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવવું જોઈએ.

error: Content is protected !!