કોવીડ સેન્ટરની મુલાકાતે મંત્રી આવવાના હોવાથી ખાલી દેખાવ કરવા કોરોના દર્દીઓને 2 કલાક માટે નકલી દર્દી બનાવીને બેસાડાયા……લો બોલો લોકો અહીં મરી રહ્યા છે ને નેતાઓને હજી ફોટા પડાવવા છે.

પંચમહાલનો એક વિડીયો હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જ્યાં એક સરકારી આરોગ્ય કેન્દ્ર પર ઉપરના અધિકારીઓથી પ્રશંસા મેળવવા માટે કોરોના નેગેટિવ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. સંતરોડ ખાતે આવેલા કોવીડ સેન્ટરની મુલાકાત લેવા માટે રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રત સિંહ પરમાર આવવાના હતા.

ત્યારે આ કોવીડ સેન્ટરના સંચાલકોએ મંત્રીને સારું લાગે તે માટે નકલી લોકોને કોરોના દર્દી બનાવીને બેસાડવામાં આવ્યા હતા. ત્યાર પછી મંત્રીના નિરીક્ષણના બીજા જ દિવસે આ કોવીડ સેન્ટર પર તાળા લટકતા જોવા મળ્યા હતા.

ત્યારે અહીં દાખલ કરવામાં આવેલા નકલી દર્દીઓએ પણ પોતાનો વિડીયો વાઇરલ કરીને આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું.

જે મહિલા દર્દી દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો તેમનો ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ નેગેટિવ આવતા ખાલી દેખાડો કરવા માટે દાખલ કરાયા હતા અને એટલું જ નહિ આરોગ્ય કર્મીઓએ મહિલાને એવું પણ કયું હતું કે અમારા પર ઉપરથી ખુબજ પ્રેસર છે.

માટે મહેરબાની કરીને થોડીવાર માટે કોવીડ સેન્ટરમાં આવી જાઓ. મહિલા નો ગુસ્સો ત્યારે ફૂટી ગયો જયારે તેમને ખબર પડી કે કોવીડ સેન્ટરના રજીસ્ટરમાં તેમનું નામ બોલે છે. કે તેઓ બે દિવસથી અહીં દાખલ છે. આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં નેતાઓ કામ નથી કરતા અને ખાલી ફોટા પડાવવા છે.

error: Content is protected !!