જો તમારે કોરોનાની ત્રીજી લહેરમાંથી તમારા બાળકોને બચાવવા હોય તો, આજથી જ આટલું ચાલુ કરી દો…
આપણે જાણીએ છીએ કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોનાની આ ઘાતકી બીજી લહેરે કેટલાય લોકોને તેના સંકજામાં ફસાવી લીધા છે અને ભગવાનને ઘરે પણ પહોંચાડી દીધા છે.
તેની વચ્ચે આ કોરોનાની લહેરની વચ્ચે જો ત્રીજી લહેર આવી જશે તો, તેમાં બાળકો પણ સપડાઈ જશે. જો તમારે તમારા બાળકોને આ ત્રીજી લહેરમાંથી બચાવવા હોય તો આટલી સાવચેતી રાખી લેજો.
ત્રીજી લહેર આવે કે નઈ આવે તેના પહેલા આપણે તેને પહોંચી વારવાની માટે આટલી તૈયારી કરીને જ રાખીએ, આ મહામારીમાંથી બચવાની માટે તમારે રોજિંદા જીવનમાં એવો ખોરાક લેવાનો છે કે, જેથી તમારી રોગપ્રતિકારક જળવાઈ રહે.
જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો, શરીરમાં બીમારી તમારું કઈ ના કરી શકે. તમારા બાળકોને વિટામિન્સ, પોશાક તત્વો યુક્ત, લીલી શાકભાજી, ફ્રૂટ સમયસર ખવડાવવું જોઈએ.
તેની સાથે સાથે તમારા બાળકોને સવારે કુણા તડકામાં બેસાડો, સવારનો કૂણો તડકોએ વિટામિન D નો ડાયરેક્ટ સ્ત્રોત છે. જે આપણી ચામડી અને ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
બાળકોને પ્રોટીનયુક્ત ખોરાક જ આપજો જેનાથી પેશિકાઓ ખોરાકને ઉર્જામાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. તેની સાથે સાથે ઇન્ફેક્શનથી દૂર રાખે છે. આ પ્રોટીનએ દૂધમાંથી મળે છે તો બાળકોને દૂધ પીવડાવવાનું જરુર રાખજો.
તેના સિવાય નટ્સ, બીન્સ અને દાળ વગેરેમાં પણ પ્રોટીન સરળતાથી મળી રહે છે, જેથી તે પણ તમે લઇ શકો છો. તેની સાથે સાથે કાર્બોહાઈડ્રેટ માટે લીલા ચણા, બ્રાઉન રાઈસ, અનાજ, રાજમાં, અને કેળા પણ કેળા એકદમ માપે જ આપજો નઈ તો તેનાથી કફ થઇ શકે છે. આમ ખાસ કરીને આ ત્રીજો લહેરથી બચવા માટે ખાવા અને પીવા ઉપર ખાસ ધ્યાન રાખજો જેથી તમારા પરિવારની સામે કોરોના નજર પણ ના નાખી શકે.