કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ પ્રકારનું ઇન્ફેકશનનું પ્રમાણ વધ્યું.

કોરોનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે એવામાં વધતા જતા કોરોના સંક્રમણમાં એક વધુ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ રોગનું પ્રમાણ વધ્યું છે

એટલે કે આંખ, કાન અને નાકમાં બેક્ટેરિયલ ઇન્ફેકશન. આ ઈન્જેકશન એવા દર્દીઓને થાય છે કે જે દર્દીઓને ડાયબિટીસ, કેન્સર અને કિડનીની બીમારીઓ હોય. કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોનાથી સાજા થયેલા દર્દીઓને આંખ, કાન અને નાકમાં બેક્ટેરિયલ ઇન્ફેકશન થાય છે. જો આ ઇન્ફેકશનથી બચવું હોય તો 2 માસ્ક પહેરવા જરૂરી છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર પછી અમે એવા 100 થી પણ વધારે દર્દીઓ જોયા છે કે જે કોરોનાથી સાજા થયા પછી તેમના આંખ, કાન અને નાકમાં બેક્ટેરિયલ ઇન્ફેકશન વધુ જોવા મળે છે.

ડોકટરના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ વધતા રોજના 4 થી 5 દર્દીઓ અમે આંખ, કાન અને નાકમાં બેક્ટેરિયલ ઇન્ફેકશનની તકલીફ લઈને સારવાર લેવા માટે આવે છે. કોરોનાથી સાજા થયા પછી અમુક દર્દીઓમાં આંખ, કાન અને નાકમાં ઇન્ફેકશન જોવા મળે છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 35 થી પણ વધુ આવા દર્દીઓ સારવાર લઇ રહયા છે.

error: Content is protected !!