કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ આંખની રોશની કેમ ગુમાવી રહ્યા છે ?

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હવે બીજી નવી બીમારી જોર પકડી કરી છે. આ બીમારીનું નામ મ્યુકોરમાઇકોસિસ છે. આ બીમારીમાં દર્દીઓને આંખનું ઇન્ફેકશન લાગે છે. જો યોગ્ય સારવાર ન મળે તો દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવે છે. આ સાથે સાથે આ બીમારીમાં તેમના જીવનું પણ જોખમ રહેલું છે.

સુરતમાં છેલ્લા 10 દિવસમાં મ્યુકોરમાઇકોસિસના 40 થી પણ વધારે કેસો સામે આવ્યા છે. જેમાંથી 8 જેટલા દર્દીઓ તો પોતાની આંખ કાયમ માટે ગુમાવી ચુક્યા છે અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ આ બીમારીએ જોર પકડ્યું છે અને તેના અનેક કેસો સામે આવી રહ્યા છે. જો મ્યુકોરમાઇકોસિસ ના લક્ષણોની વાત કરીએ તો તે દર્દીના આંખ અને નાક દ્વારા મગજમાં પોહચી જાય છે.

જો આ ઇન્ફેકશનની યોગ્ય અને સમયસર સારવાર ન થાય તો દર્દીને પોતાની આંખ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. ડોક્ટરો કહી રહયા છે કે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધારે જોવા મળી રહયા છે.

કોરોનાથી સાજા થયેલા દર્દીને આંખમાં અને માથામાં થતો દુખાવો જો અવગણવામાં આવે તો તે ભારે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ ઇન્ફેકશનને આંખથી મગજ સુધી જતા 24 કલાક જ લાગે છે. જે લોકો ડાઇબિટીસથી પીડાતા હોય તો તેવા દર્દીઓમાં આ ઇન્ફેકશન થવાની સંભાવના ખુબજ વધી જાય છે.

error: Content is protected !!