કોરોના કાળ વચ્ચે આ બીજી બીમારીએ ગુજરાતમાં એન્ટ્રી લીધી
હાલ આખા વિશ્વમાં કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે.કોરોના કાળ બનીને લોકોના જીવ લઇ રહ્યો છે.ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાના હજારો કેસો સામે આવી રહયા છે.
ગુજરાતના મોટા શહેરોમાં કોરોના સંક્રમણ ખુબજ વધી રહ્યું છે.અને હાલ આ મોટા શહેરોની બધી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફૂલ થઇ ગઈ છે.લોકોને પોતાની સારવાર માટે હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા.
મળતી માહિતી અનુસાર હાલ ગુજરાતમાં એક બીજી બીમારી પણ પ્રસરી રહી છે.આવા કિસ્સાઓ હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર બોડર પર આ બીમારીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
હાલ કોરોના કાળમાં એક પછી એક આફત આવી રહી છે.ત્યારે માહિતી મળી રહી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બોડર પર આવેલા ગામડાઓમાં આ નવી બીમારી પ્રસરી રહી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત બોડર પર આવેલા 12 જેટલા ગામડાઓમાં ટાઇફોડે પોતાનો કહેર વરસાવ્યો છે.અનેક લોકો આ બીમારીની ચપેટમાં આવી ગયા છે.હાલ કોરોના વચ્ચે ટાઇફોડે જોર પકડતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
આ બીમારીથી સ્થાનિક લોકો પણ ખુબજ ડરી રહ્યા છે.આ બીમારી વધતા કોરોનાના કારણે બધા હોસ્પિટલો તો ફૂલ થઇ ગયા છે માટે ટાઇફોડના દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહ્યા છે.
હાલની જાણકારી અનુસાર આ વિસ્તારમાંથી ટાઇફોડના 900 થી પણ વધારે દર્દીઓ સામે આવ્યા છે.કોરોનાના કારણે આ દર્દીઓને સરખી સારવાર નહતી મળી રહી માટે સરકાર દ્વારા આ લોકોની સારવાર માટે એક ડોક્ટરોની ટિમ મોકલવામાં આવી છે.