હાર્દિક પટેલના પિતાનું કોરોનાના કારણે દુઃખદ અવસાન, શું કહ્યું તેમને…

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભારત પટેલનું કોરોનાના કારણે અવસાન થયું છે. અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલ હાર્દિક પટેલને પણ કોરોના સંક્રમણ લાગી ચૂક્યું હતું. આની જાણકારી હાર્દિકે પોતાના ટ્વિટર દ્વારા લોકોને આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલના પિતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને વિજય રૂપનીએ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.

હાર્દિક અત્યાર સુધી સરકારની કોરોના સબંધિત નીતિઓનો વિરોધ કરતા આવ્યા છે. હાર્દિક પટેલ કોરોનાની તૈયારીઓને ધ્યાનમાં લઈને ગણીવાર સરકારને આડા હાથે પણ લીધી હતી.

તેઓ એ પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે કરોડો લોકો પોતાનો જીવ બચાવવા માટે તડપી રહ્યા છે. તો પણ સરકારમાં બેઠેલા નેતાઓને કઈ ચિંતા નથી. કરોડો લોકો સરકારથી નારાજ છે.

તો પણ સરકારને કેમ કોઈ ચિંતા નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11092 નવા કેસ નોંધ્યા છે. કોરોનાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. હાર્દિક પટેલ પોતાના પિતાનો અગ્નિસંસ્કાર PPE કીટ પહેરીને કર્યો હતો.

error: Content is protected !!