જો તમે આટલું કરી લેશો તો કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોના તમારી પાસે આવતા પણ ડરશે..

હાલ દેશભરમાં કોરોનાએ મોટી ચિંતાનો વિષય બની ગયો છે. તેની આ બીજી લહેરએ મોટું અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં કેટલાય લોકો સપડાઈ પણ ગયા છે અને તેથી હોસ્પિટાલોમાં પણ જગ્યા નથી જોવા મળતી.

આમને આમ લોકો હોસ્પિટલની બહાર જ તડપી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શેકે છે અને જે મોટી ચિંતાનો વિષય છે.

તેવામાં આપડે સરકારની અમલમાં આવેલી ગાઇડલાઇનની સાથે સાથે ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર કરવાના રહેશે. કોરોનાને હરાવવાની માટે શરીરમાં ઇમ્યુનીટી હોવી ખુબ જ જરૂરી છે અને કોરોનાની આ ગંભીર બીમારીની સામે ટકી રહેવાની માટે તમારે ઇમ્યુનીટી લેવલ ઊંચું લઇ જવું પડશે.

ઇમ્યુનીટી વધારવાની માટે આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, સવારે વહેલા ઉઠવું તેમ જ રાત્રે સમયસર ઊંઘી જવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ત્યારબાદ સવારમાં ઓછામાં ઓછા ૩૦ મિનિટ કસરત અને યોગાસન કરવું જોઈએ, તેની પછી તલના તેલની શરીર ઉપર માલિશ કરવી જોઈએ અને તેના પછી જ સ્નાન કરવું જોઈએ આમ કરવાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તેની સાથે સાથે અપને જમવામાં પણ હળવું અને પૌષ્ટિક ખોરાક લેવું જોઈએ તેનથી તે જલ્દીથી પછી જાય છે અને શરીરમાં બીજી કોઈ બીમારી થતી નથી. કોઈને શરદી, ઉધરસ થાય તો તેવા વ્યક્તિઓએ હળદળ વાળું દૂધ પીવું જોઈએ અને આ દૂધ પીવાથી શરદી, ઉધરસ તો તૂટી જશે. તેની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

તેની સાથે સાથે અપને અઠવાડિયામાં એક વાર ઉકાળો પીવો જોઈએ તેમાં તુલસી, હળદળ, મધ, તજ, કાળા મરી, સુંઠ આ બધું ઉકાળીને પાણીમાં બરાબર ઉકાળો તૈયાર કરીને પીવાનું છે જેનાથી આપણને ઇમ્યુનીટીમાં વધારો થશે. આમ અવનવા ઉપચાર કરવાથી ઇમ્યુનીટીમાં વધારો થશે અને કોરોના થશે પણ વધારે દિવસ સુધી તમારી શરીરમાં નહિ રહી શકે.

error: Content is protected !!