વૈજ્ઞાનિકોએ કહ્યું કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવી ફાઈનલ છે. જાણો સંક્રમણથી બચવા માટે શું કરવું…

ભારત કોરોનાની બીજી લહેરમાં જ બેહાલ બની ગયું છે. ત્યારે હવે દેશના વૈજ્ઞાનિકોને કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. દેશના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે દેશમાં જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે એ પરથી નક્કી છે કે દેશમાં ત્રીજી લહેર આવશે. દેશના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે કોરોના જેમ પોતાની રચના બદલી રહ્યો છે તેમ આપણે વેક્સિનને પણ અપડેટ કરવી ખુબજ જરૂર છે.

ત્યારે વૈજ્ઞાનિકો એ જણાવ્યું કે આ વાઇરસ વધારે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે લોકોએ કોરોનાને હળવાશથી લીધો એટલે વાઇરસને ફેલાવાની તક મળી ગઈ.

જયારે કોરોનાનું સંક્રમણ દેશમાં શરૂ થયું ત્યારે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને પછી જેમ જેમ લોકડાઉન ખુલતું ગયું એમ એમ લોકોની બેદરકારીએ આ વાઇરસને ખુબ ફેલાવી લીધો અને આ સમયમાં વાઇરસને પણ મજબૂત થવાનો મોકો મળી ગયો.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વાઇરસને રોકવા માટે આપણે લોકોની ગતિવિધિઓને રોકવી પડશે અને સાથે સાથે જરૂરી પગલાં પણ લેવા પડશે. નહી તો જો કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ

તો તે દેશમાં તબાહી મચાવીને મૂકી દેશે. માટે જેમ બને એમ લોકોએ વેક્સીન લઈને પોતાની ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરી લેવી જોઈએ અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આજ એક રસ્તો છે કોરોનાને હારવવાનો.

error: Content is protected !!