રાજકોટ પોલીસ કમિશ્નરે હાલ કોરોનાના નવા નિયમો જાહેર કર્યા
સમગ્ર વિશ્વમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને તેની વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ભુક્કા કાઢી રહ્યો છે અને જેમાં કોરોનાથી હાલમાં કેટલાય દર્દીઓના ગંભીર રીતે મૃત્યુ પણ થઇ જાય છે જેથી દવાખાનામાં પણ મોટી મોટી કતારો પણ જોવા મળી રહી છે,અને તેની વચ્ચે ગુજરાત સરકાર કોરોનાની અંગે કેટલાક કડક નિયમો પણ બહાર પડી રહી છે.
હાલમાં ગુજરાતના રાજકોટની અંદર સરકાર ફરીએક વાર કડક નિયમની સાથે મેદાનમાં આવી ગઈ છે અને સરકારે અને તંત્રએ એક કડક નિયમ એવો બનાવ્યો છે કે,રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે,જે કોઈ વ્યાપારી કે કોઈ ગ્રાહક માસ્કની વગર કઈ પણ ખરીદી કરશે કે વેચશે તો અથવા દેખાશે તો પણ તેની દુકાનને ૭ દિવસ સુધી સીલ કરી દેવાશે.
તેની સાથે સાથે એવું પણ નક્કી થયું છે કે,કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી જો કોઈ વ્યક્તિ બહાર નીકરશે તો તેની સાથે પણ કાયદેસરના કડક પગલાં લેવાશે.જેમાં રાજકોટની અંદર છેલ્લા ૨ દિવસમાં ૨૦૦ થી પણ વધારે
રાત્રી કર્ફ્યુના ભંગના કિસ્સાઓ બહાર આવ્યા છે.પોલીસનું એવું કહેવું છે કે,કર્ફ્યુ દરમિયાન જે કોઈ વ્યક્તિ એમનેમ બહાર ફરતો દેખાશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ કોરોનનું સંક્ર્મણ અટકાવવાની માટે લોકોએ ખાસ તકેદરી લેવી પડશે અને તેની માટે કામ વગર કોઈએ પણ ગમેત્યાઁ નહિ નીકરવું જોઈએ અને આ અપીલ રાજકોટના પોલીસ કમિશ્નર સાહેબે એક અનોખી જાહેરાત પણ કરી હતી જેનાથી કોરોનાનું સંક્ર્મણ અટકાવી શકાય.