કોરોનાના લક્ષણો હોવા છતાં પણ રિપોર્ટ નેગીટીવ આવે તો તેવી પરિસ્થિતિમાં શું કરવું ?

સમગ્ર દેશભરમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે, આવી પરિસ્થિતિમાં લોકો બહુ જ તડપી રહ્યા છે અને હોસ્પિટલો ભરાઈ ગઈ છે.આનાથી હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા જેથી તેની બહાર લોકોની લાઈનો લાગી રહી છે.પણ આજે આપણે જાણીએ કે,જો તમને તમામ લક્ષણો કોરોનાના હોય અને તેથી તમે રિપોર્ટ કરવો છો અને તે રિપોર્ટ નેગેટિવ આવે તો તમારે શું કરવું જોઈએ.

તાવ,શરદી,ખાંસી,ઉધરસ,શરીરનો દુખાવો,થાક લાગવો તેની સાથે બીજા બધા જ લક્ષણો કોરોનાના છે તો તમને ડોક્ટર રિપોર્ટ કરવાનું કહેશે.હાલમાં ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે,તમામ લક્ષણો હોવા છતાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે

અને આવી સ્થિતિમાં તેને ફોલ્સ નેગેટિવ કહેવામાં આવે છે.જેમાં મુંબઈની એક ડોક્ટરનું કહેવું છે કે, આવા રિપોર્ટમાં જે રિપોર્ટ કરવામાં આવે છે તેના નમુનાનું અયોગ્ય ટ્રાન્સપોર્ટેશન,તે રિપોર્ટ લેવાની ખોટી રીત,ફોલ્સ નેગેટિવ આવવાએ બધા કારણો હોઈ શકે છે.

આવામાં દર્દીના શરીરમાં વાયરસનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે,જેથી લક્ષણો હોવા છતાં પણ રિપોર્ટ નેગેટિવ આવે છે.બીજા એક ડોક્ટરનું પણ એવું જ કહેવું છે કે જો વ્યકતિએ રિપોર્ટ કરાવતા પહેલા પાણી અથવા કઈ ખાધ્યું છે

તો પણ તે રિપોર્ટને પ્રભાવીત કરી શકે છે.ત્યારે ડોકટરો એવું કહે છે કે આવી પરિસ્થિતિમાં કોઈએ ડરવાની જરૂર નથી અને ખાસ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને તે પ્રમાણે દવા કરાવવી જોઈએ.

તમારે એવું થાય તો બીજી વાર રિપોર્ટ કરાવવો જોઈએ. તેવામાં એવું પણ થઇ શકે છે તમને કોઈ પણ લક્ષણો નથી અને તમારો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેવા રિપોર્ટને ફોલ્સ પોઝિટિવ કહી શકાય છે.

error: Content is protected !!