કોરોનાના ડરથી જ આ પરિવારના ૩ લોકો ખાલી ૬ દિવસમાં મૃત્યુ પામ્યા.

કોરોનાએ તેનો કહેર સમગ્ર દેશમાં વરસાવ્યો છે, ગુજરાતમાં ઘણા લોકો કોરોનાને લીધે મૃત્યુ પણ પામ્યા છે. જેમાં અમુક પરિવારોએ તેમના મુખ્ય સભ્યોને પણ ગુમાવ્યા. તેવામાં એક એવો જ કિસ્સો જેમાં કોરોના આખા પરિવારને જ ભરખી ગયો છે. આ કિસ્સો અમરેલીના રાજુલા જિલ્લામાંનો છે.

અમરેલીના રાજુલા, શ્રીજીનગર સોસાયટીમાં રહેતા મહેશભાઇ જેઓ ડ્રાયક્લિનીંગની દુકાન ચલાવતા હતા, અંદાજિત ૨૦ દિવસો પહેલા મહેશભાઇ, તેમના પિતા ભૂપતભાઇ અને માતા વિમલાબેનને કોરોના થયો હતો.

જેથી આ ઘરના બધા સભ્યોને રાજુલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તાઉતે વાવાઝોડાને લીધે રાજુલામાં વીજળી કપાઈ ગઈ હતી અને તેથી બધા દર્દીઓને ભાવનગર લવાયા હતા. જ્યાં મહેશભાઇ કોરોનાથી સ્વસ્થ થઇ ગયા હતા અને તેઓ કેટલીય વખતે ડોક્ટરને એવું કહેતા કે હું નઈ જીવી શકું આ પ્રકારની વાતો પણ કરતો હતો.

તેઓની આ વાત સાંભરીને ડોકટરો પણ તેમને હિંમત આપતા હતા, પરંતુ કોરોના થવાથી મહેશભાઇ ડરી ગયા હતા. મહેશભાઇએ કોરોનાના ડરથી જ તેમના બધા મિત્રોને બાયનો સંદેશ પણ આપી દીધો હતો

અને અંતે તેઓને હાર્ટ એટેક આવ્યો અને તેઓનું મોત નીપજ્યું હતું. મહેશભાઇનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૨૫ મેના રોજ મહેશભાઇના મૃત્યુ થયા પછી પિતાને આ મામલે જાણ થઇ અને તેઓના પુત્રના મૃત્યુનો આંચકો તેઓ સહન ના કરી શક્ય અને પાંચ જ દિવસમાં તેઓ પણ સ્વર્ગમાં જતા રહ્યા.

આ મામલે એક દયનિય બાબત તો એ છે કે, કોરોના થવાથી ત્રણેયમાંથી કોઈનું મોત કોરોનાને કારણે નહતું થયું પણ કોરોનાના ડરથી જ પરિવારો ખાલી ૬ જ દિવસોના ટૂંકા ગાળામાં પરિવારના

૩ સભ્યોના મોત થયા અને તેના પછી પરિવારના બીજા સભ્યોને ભારે આઘાત પણ લાગ્યો હતો. મહેશભાઇની પત્ની અને તેમના બે બાળકો હવે મહેશભાઈના સ્વર્ગવાસ પછી એક છાયા વગરના થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!