કોરોના મહામારીમાં આ મુસ્લિમ યુવકો ઘણા લોકોના જીવ બચાવી ચુક્યા છે. તેમનું કામ જાણીને તમે પણ એકવાર ચોકી જશો.
દેશમાં સુનામીની જેમ કોરોનાની બીજી લહેર આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સહાય માટે સુરતમાં મુસ્લિમ યુવકો સામે આવ્યા છે. સુરતમાં મુસ્લિમ યુવકો દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે કે જેની જાણીને તમે પણ ચોકી જશો. સુરતના સ્થાનિક મુસ્લિમ યુવકો દ્વારા લોકોને હોસ્પિટલમાં જગ્યા ન મળતા એક કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.
આ કોવીડ સેન્ટરમાં કોઈ પણ ધર્મના ભેદભાવ વિના સેવા કરવામાં આવી રહી છે. કોવીડ સેન્ટરમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજન અને રેમડિસવીર ઈન્જેકશન વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મુસ્લિમ યુવકો દ્વારા ચાલુ કરવામાં આવેલા આ કોવીડ સેન્ટરમાં દરેક દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવે છે. મુસ્લિમ યુવકો દ્વારા આ કટોકટીની પરિસ્થિતિમાં જે સેવા કરવામાં આવી રહી છે તેને ડોક્ટરોનો પણ સાથ મળી રહ્યો છે.
કોવીડ સેન્ટરના સંચાલકો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના ડોક્ટરો દર્દીઓની મફતમાં સારવાર કરી રહ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે આ કોવીડ સેન્ટરમાં દર્દીઓ થોડા જ સમયમાં સાજા થઇ જાય છે.
આ કોવીડ સેન્ટરમાં સ્વયંમ સેવકો પોતાની યથા શક્તિ પ્રમાણે મદદ કરે છે. આ યુવાનો દ્વારા જે કોવીડ સેન્ટર શરુ કરવાયું છે. તેમાં અનેક લોકો મફતમાં સારવાર લઇ રહ્યા છે અને તે ખુબ પ્રશંશાને પાત્ર છે.