કોરોના વેક્સિનના ભાવમાં થયો વધારો. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કઈ રીતે આપવામાં આવશે વેક્સીન જાણો આખી વિગત.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે જાહેરાત કરીને વેક્સિનની કિંમતોની જાણકારી આપી છે.સરકારના 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાના નિર્ણય બાદ સીરમ ઇન્સ્ટીટયુટ દ્વારા વેક્સિનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે અમે સરકારના રસીકરણ પ્રોગ્રામને ઝડપી બનાવવાના નિર્ણયને અમે આવકારી એ છી એ.સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનની કિંમતો રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર માટે આ રસીના એક ડોઝની કિંમત 400 રૂપિયા નક્કી કરવાંમાં આવી છે.જયારે ખાનગી દવાખાના માટે આ વિકસિનની કિંમત 600 રૂપિયા રાખવામાં આવી છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ કહ્યું છે કે આવનારા બે મહિના સુધી વેક્સિનના માર્યાદિત જથ્થાનું ઉત્પાદન કરવામાં આવશે.આ કિંમત સરકારના નિર્દેશો અનુસાર જાહેર કરવામાં આવી છે.

સરકાર દ્વારા 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.આ નિર્ણય રસીકરણને વધુ ઝડપ બનાવવા માટે લેવામાં આવ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી ચુકી છે.

18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવા માટે આરોગ્ય સેતુ એપ અને કોવીન પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ એપમાં તમારી બધી જરૂરી ઇન્ફોર્મેશન નાખવાની રહેશે એક મોબાઈલ નંબરથી વેક્સીન માટે ચાર લોકોનું રજીસ્ટ્રેશન કરી શકાશે.

error: Content is protected !!