૨ થી ૩ હોસ્પિટલોમાં રખડવા છતાં જગ્યા ના મળતા કોરોના સંક્રમિત પતિને મોં વડે શ્વાસ આપવા મજબુર બની પત્ની…
સમગ્ર દેશભરમાં કોરોનાની કહેર સર્જાઈ છે અને તેથી દેશ સહિત રાજ્યભરમાં કોરોનાની આ બીજી લહેર કહેર મચાવી રહી છે જેથી રાજ્યની બધી જ હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે
અને દર્દીઓને હોસ્પિટલની બહાર જ મોટી લાઈનો પણ લાગી ગઈ છે. દર્દીઓને ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે આ કોરોનાએ લોકોને જાણે રોડ ઉપર લાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે.
આ કોરોનામાં કેટલાય લોકો એકબીજાની મદદે આગળ આવ્યા છે અને લોકોની નિસ્વાર્થ ભાવે સેવા પણ કરી છે. તેમ જ કેટલાક એવા કરુણ કિસ્સાઓ બનતા હોય છે કે તેને જાણીને તમારી આંખો પણ ભરાઈ જશે
અને રુંવાટા પણ ઉભા થઇ જાય. તેવો જ એક કિસ્સો આગ્રામાંથી નજર સામે આવ્યો છે અને અહીંયા એક મહિલા તેના પતિને ઓક્સિજન ના મળતા તેના પતિને તેના મોઢા દ્વારા શ્વાસ આપતી જોવા મળી રહી છે.
કોરોનાએ ખાલી સ્પર્શ કરવાથી પણ ફેલાય છે અને આ કોરોના પોઝિટિવ પતિને તેના મોઢા વડે શ્વાસ આપવોએ એક લાચારીનું કામ છે કેમ કે, ઓક્સિજન ના મળવાથી આ મહિલાને કોઈ પણ જાતના ડર વગર
આ કાર્ય કરવું પડ્યું હતું. આ મહિલા તેના પતિને રિક્ષામાં લઈને આગ્રાના એસ એન મેડિકલ કોલેજ પહોંચી છે. આ રિક્ષામાં જ તેના પતિને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને જેથી કરીને તેની પત્નીએ જ તેના મોઢા વડે જ શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં આ મહિલાના આવા લાખ પ્રયત્નો કરવા પછી પણ મહિલા તેના પતિનો જીવ નહતો બચ્યો. આ મહિલા આગળ ૩ હોસ્પિટલોમાં પણ લઈને ગઈ હતી અને ત્યાં તેમને ખાલી બેડ નહતો મળ્યો અને અંતે તેના પતિનો જીવ બચી શક્યો નહતો.