કોરોનાને ભગાડવા માટે આ ભાઈનો આઈડિયા સાંભળી તમે પણ કેહેશો કે… લાયા … લાયા…
કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયાના બધા લોકો હેરાન થઇ રહ્યા છે. અત્યારે લોકોના મનમાં એક જ વસ્તુ ચાલી રહી છે કે આ મહામારીનો ક્યારે અંત આવશે. આવા સમયમાં સોસીયલ મીડિયા પર સલાહ સૂચન આપતા ઘણા વિડીયો તમને જોવા મળતા હશે.
હાલ સોસીયલ મીડિયા પર એક એવો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે કે આ વીડિયોમાં એક વ્યક્તિ કોરોનાને હરાવવા માટે એક એવો ઉપાય બતાવી રહયો છે કે તેને જાણીને તમે પણ એકવાર ચોકી જશો.
વાઇરલ થયેલા વીડિયોમાં આ વ્યક્તિ કહી રહયો છે કે મેં સેનિટાઇઝરના 4 લાખ કેલબા મુંબઈ મોકલાવ્યા છે. મુંબઈના દરિયામાં સેનિટાઇઝરને નાખવાનું કામ ચાલુ થઇ ગયું છે.
દરિયામાંથી જેવી બાષ્પ બનશે તેવી તે ઉપર જશે અને તેના વાદળા બનશે જયારે પણ વરસાદ પડશે તેની સાથે સેનિટાઇઝર પણ પડશે અને કોરોના ખતમ થઇ જશે. હાલ આ વ્યક્તિનો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
હાલ આ વીડિયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે અને જુદા જુદા કોમેન્ટ પણ કરી રહયા છે. લોકો આવી કપરી પરોસ્થિતિમાં આ વીડિયોને જોઈને થોડીવાર હસી શકે છે. લોકો પોતાના આવા રમુજી વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.