યુવકને કોરોના થયો તો પરિવાર ડોક્ટરના બદલે ભુવા પાસે લઇ ગયો, ભુવાએ કર્યું કંઈક એવું કે…

રાજ્યમાં કોરોનાના કેસોમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસોના કારણે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે એટલે સરકાર કોરોના ગાઈડલાઈનના નિયમો પાડવા માટે લોકોને વિનંતી કરી રહી છે. આજની 21 મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. લોકો બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઇ જવાને બદલે તાંત્રિક અને ભુવા પાસે લઇ જાય છે.

આવો જ એક કિસ્સો વાપીમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકને કોરોનાની સારવાર માટે ભુવા પાસે લઇ જવાયો હતો અને ભુવા દ્વારા આ યુવાનને જીભ પર ડામ આપવામાં આવ્યો હતો અને આજ કારણથી યુવકનું મોત થયું હતું. વાપી જિલ્લાના એક ગામનો યુવક કોરોનાથી સંક્રમિત થયો હતો જેને સ્વાદ અને સુગઁધ ન આવતા ભુવા પાસે લઇ જવાયો હતો.

આ યુવકના પરિવારના સભ્યોએ ડોકટરની સલાહ ન લીધી હતી અને ભુવા પાસે આ યુવાનને સારવાર માટે લઇ ગયા હતા. ભુવાએ આ યુવાનના કપાળ અને જીભ પર ડામ મુક્યો હતો જેનાથી દર્દીનું મોત થયું હતું.

યુવાનના પરિવારના લોકો યુવાનને કોરોના થયું હોવાનું માનતા ન હતા. યુવાનને સ્વાદ અને સુગઁધ ન આવતા યુવાનના કહેવા છતાં ડોક્ટરની સલાહ લીધી ન હતી અને યુવાનને ભુવા પાસે લઇ ગયા હતા. ભુવા દ્વારા યુવાનને જીભ અને કપાળના ભાગે ડામ આપવામાં આવ્યો હતો તેથી આ યુવાનનું મોત નીપજ્યું હતું.

error: Content is protected !!