એક સર્વેમાં સાબિત થયું કે કોરોના સૌથી વધુ મહિલાઓને જ થાય છે, પણ એવું કેમ ?

હાલમાં સમગ્રદેશ ભરમાં કોરોનાએ ભરડો લીધો છે, જેમાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેવામાં કેટલાક શહેરોમાંથી રાહતના પણ સમાચાર આવી રહ્યા છે. તેવામાં હાલ સરકારની ચિંતા પણ વધી રહી છે. કેમ કે, સરકાર પણ વિચારી રહી છે શું કોરોનાની ત્રીજી લહેર આવશે કે શું? તો તેની સામે પહોંચી વરવાની માટે સરકારે અત્યારથી શરૂઆત કરી લીધી છે.

આ કોરોનાની બીજી લહેરએ સ્ત્રીઓની ઉપર વધુ અટેક કરે છે તેવું એક સૌરાષ્ટ્રની યુનિવર્સીટીએ એક સર્વે કર્યું હતું અને આ સર્વેની અંદર કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે.

સૌરાષ્ટ્રની અંદર કોરોનાની બીજી લહેરમાં મહિલાઓ સૌથી વધુ સંક્રમિત થઇ છે. જયારે પુરુષો પહેલી લહેરમાં વધુ સંક્રમિત થયા હતા. આ સર્વેએ સૌરાષ્ટ્રના મનોવિજ્ઞાનિક ભવનના ૪૫ વિધાર્થીઓએ કુલ ૪૧ ગામોમાં સર્વે હાથ ધર્યો હતો.

જેની અંદર પોરબંદરમાં ૫, જામનગરમાં ૮, મોરબીના ૬, અમરેલી ૯, રાજકોટ ૧૦, દેવભૂમિ દ્વારકા ૩ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે અને આ સર્વેમાં ૨૫ થી ૬૦ વર્ષની મહિલાઓમાં વધુ સંક્ર્મણ જોવા મળ્યું છે.

આ ગામોમાં સંક્ર્મણ ફેલાવાવનું બીજું એ કારણ પણ સામે આવ્યું છે કે ગામડાઓમાં હાલમાં પણ એક બીજાના ઘરે જવાનો રિવાજ ચાલુ જ છે. આ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ માસ્કનો ઉપયોગ નથી કરવામાં આવતો અને તે પણ કારણ હોઈ શકે.

error: Content is protected !!