વડોદરામાં મસ્જિદમાં બનાવવામાં આવી કોરોના હોસ્પિટલ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.

દુનિયામાં માનવતા સૌથી મોટો ધર્મ છે.આ વાત કોરોના કાળ પહેલા ખાલી સંભારવામાં જ સારી લાગતી હતી.પણ કોરોના વાઇરસે માણસોને માનવતાનો પાઠ ભણાવી દીધો છે.વડોદરા શહેરમાં વધતા કોરોના સંક્રમનનની વચ્ચે માનવતાની મિશાલને કાયમ કરતા જહાંગીરપુરા મસ્જિદના સંચાલક ઇરફાન શેખ દ્વારા મસ્જિદને કોવીડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે.

વડોદરા શહેરના દર્દીઓ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ત્યારે ઇરફાન શેખ દ્વારા મસ્જિદને લોકોની સારવાર માટે કોવીડ હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઇરફાન શેખ દ્વારા આ વિષે વાત કરતા તેમને જણાવ્યું કે કોરોનાની સ્થિતિ જોઈને અમને વિચાર આવ્યો કે આપણી પાસે આટલી મોટી જગ્યા છે.

અને આ તો મસ્જિદ છે એ અલ્લાનું ઘર છે, આપણે તમામ અલ્લાના બંદાઓ છે.તમામ હિન્દૂ,મુસલીમ કે શીખ.આવા કપરા કાળમાં આપણે જો મસ્જિદને કોવીડ સેન્ટરમાં પરિવર્તિત કરીએતો લોકોને મદદ થશે.

હાલ વડોદરાની આ જહાંગીર મસ્જિદમાં 50 બેડની સુવિધાની છે.મસ્જિદના સંચાલકો દ્વારા વધુ સારવારની સિસ્ટમો ગોઠવવામાં આવી રહી છે.અને આવનાર સમયમાં વધુ 50 બેડની સુવિધા કરવામાં આવશે.અત્યારનો સમય માનવતા બતાવવાનો છે.એટલે આવી સંસ્થોને આગળ આવવાની જરૂર છે.ખાલી સરકાને દોષ આપીને કોઈ ફાયદો નથી.માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.

error: Content is protected !!