કોરોનાની કહેર વચ્ચે આ મહિલા બન્યા અન્નપૂર્ણા…

સમગ્ર દેશભરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને તેથી દેશના લોકોને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આખા રાજ્યની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, લોકોને ઓક્સિજનની અછત પણ થઇ છે, સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે તેની વચ્ચે જે લોકોને કોરોના થયો છે તેમને કેટલાક લોકો મદદે આવ્યા છે.

જે લોકો મદદે આવ્યા છે તેઓ ઓક્સિજન અને જમવાની સુવિધાઓ પુરી પડી રહ્યા છે, તેવામાં જન સેવા એજ પ્રભુ સેવા ના સુત્રની સાથે જ અમદાવાદમાં રહેતી આ એક મહિલા જેમનું નામ ચાંદની બેન દવે છે.

તેઓ જે કોઈ પરિવારમાં કોરોનાના કેસો આવે છે અને તેમાં મહિલાઓ અને બાળકો સંક્રમિત થાય છે તેમને બંને ટાઇમનું ભોજન પૂરું પાડે છે. તેની સાથે સાથે તેઓ જે જરૂરિયાત મંદ છે તેમને પણ ભોજન પૂરું પાડે છે.

માનવતાને માટે તેઓએ ચાલુ કરેલી આ સેવા આજે ૧૦ ટીફીનથી લઈને ૭૫ ટિફિન સુધી પહોંચી ગઈ છે. તેઓ મક્કમ દિલથી કોરોનાના દર્દીઓના સુધી મફતમાં ટિફિન પહોંચાડે છે.

જયારે ચાંદની બહેનને પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કહ્યું હતું કે, જે લેડીઝ અને બાળકો છે તેમાં લેડીઝને લોકડાઉન થી અત્યાર સુધી કોઈ રેસ્ટ મળ્યો નથી અને તેથી જ તેઓ કોરોના પોઝિટિવ હોય તો તેમને જમવાની તકલીફ ના પડે અને મારો ઉદ્દેશ એટલો જ છે કે હું તેમના ઘરે ટિફિન પહોંચાડી શકું અને તેમના મગજનો ભાર ઓછો કરી શકું.

હું માત્ર એ લોકોની મદદ કરવા જ માંગુ છું અને હાલનો સમય એવો છે કે, એક બીજાની મદદ કરવાનો.

error: Content is protected !!