સલામ છે આ ગુજરાતીને જેને આ મહામારીના સમયમાં લાખો ભૂખ્યા લોકો સુધી જમવાનું મફતમાં પહોચાડ્યું
હાલ આખો દેશ કોરોનાની મહામારીની વચ્ચે ઝઝૂમી રહ્યો છે અને તેની વચ્ચે કેટલા લોકોને બહુ જ મોટી તકલીફો પડી રહી છે અને આ કોરોનાએ કેટલા લોકોને બેઘર પણ કરી નાખ્યા છે,
તેની સાથે સાથે કેટલા લોકોને ૨ ટાઈમનું ખાવાનું પણ નથી મળી રહ્યું અને બહુ જ મોટી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.આ સમયમાં કેટલા લોકો આવા લોકોની મદદ માટે મેદાનમાં ઉતરે છે અને તેમનાથી બનતી મદદ પણ કરતા હોય છે અને મદદ કરીને ખરી માનવતાનું ઉદાહરણ પૂરું પડતા હોય છે.
તેવો જ એક મોટી મદદ કરતો કિસ્સો નજર સામે આવ્યો છે આ કિસ્સો અમદાવાદના બોડકદેવ વિસ્તારની અંદર રહેતા મુન્નાભાઈ જે આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
અગાઉ પણ એપ્રિલ ૨૦૨૦ માં જયારે કોરોના વકર્યો હતો તે સમયે પણ મજૂરો અને લાચાર લોકોને વિનામૂલ્યે ભોજન પહોંચાડતા હતા,અને હાલમાં જયારે ફરી એક વાર કોરોના જયારે વકર્યો છે તેવામાં આ મુન્નાભાઈએ ફરી વાર મજૂરો અને લાચાર લોકોની સેવા કરવાની માટે આગળ આવ્યા છે.
જયારે મુન્નાભાઈની સાથે વાત કરવામાં આવી તો તેમને જવાબ આપતા કીધું હતું કે,અમે જે લોકો બીમાર લોકો છે તેમને ઘરે જઈ જઈને હું અને અમારી ટીમ તેમના ઘરે જઈને ટિફિન આપી આવીએ છીએ.
અમે હાલમાં સવારે આવા ૧૦૦ થી ૧૨૫ લોકોને અને સાંજે પણ ૧૦૦ થી ૧૨૫ લોકોને ટિફિન પહોંચાડીએ છીએ.અમે લોકોએ વોટ્સઅપ માં એક મેસેજ આપ્યો હતો અને તેના દ્વારા લોકો અમારો સંપર્ક કરે છે અને તેમને અમે ટીફીન વિનામૂલ્યે પહોંચાડીએ છીએ.
કહેવાય છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે તેવી જ રીતે આ સેવાનું કામ મુન્નાભાઈની દ્વારા ચાલુ કરવામાં આવ્યું અને તેમની સાથે બીજા કેટલાક લોકો પણ તેમની મદદે આવી ગયા હતા.