ગજરાતના લોકો માટે આવી મોટી ખુશ ખબર. કોરોના સંક્રમણ હવે ઓછું થઇ રહ્યું છે?
કોરોનાના દૈનિક કેસોને લઈને મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે -ત્રણ દિવસથી કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યના દૈનિક કેસોમાં 480 કેસોનો ઘટાડો નોંધાયો છે.
આજે કોરોનાના 12064 કેસો નોંધાયા છે. આ સાથે 119 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રિકવરી રેટ પણ વધ્યો છે. ગઈકાલે કુલ 13 હજાર દર્દીઓને રજા આપવામાં આવી હતી.
અત્યાર સુધી 8 હજાર લોકોને કોરોના ભરખી ગયો છે. બીજી બાજુ એક સાથે 13 હજાર જેટલા દર્દીઓને રજા આપતા હોસ્પિટલોમાં પણ થોડી જગ્યાઓ જોવા મળી રહી છે. ધીમે ધીમે હોસ્પિટલની બહાર લાગતી લાઈનો પણ ઓછી થતી જોવા મળી રહી છે. દૈનિક કેસોમાં જોવા મળતા ઘટાડાને કારણે લોકોમાં હવે એક આશાનું કિરણ જાગ્યું છે.
સતત વધતા કોરોનાની જોઈને લોકોમાં એક ભયનું વાતાવરણ સર્જાયું હતું અને જે લોકો કોરોના સંક્રમિત હતા તેઓને પડતી તકલીફોમાં પણ મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સાથે દૈનિક કેસોમાં ઘટાડો થતા રાજ્યના લોકોમાં એક આશાનું કિરણ જાગ્યું છે કે કદાચ કોરોના સંક્રમણ કાબુમાં આવી જાય. જેમ બને એમ જલ્દી વેક્સીન લો એનાથી જ આપણે કોરોનાને હરાવી શકીશું.