આ IPS ઓફિસરે કંઈક એવું કામ કર્યું કે લોકો પણ તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. જાણી ને તમને પણ સલામ કરવાનું મન થશે
એક એવા પોલીસ ઓફિસરની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને એક ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું કે એક ઓફિસર કેવો હોવો જોઈએ. તેમને જે પણ કર્યું તેની પ્રસંશા આજે ચારેકોર થઇ રહી છે.
તમને ખબર હોય કે જુના જમાનામાં રાજાઓ વેશ પલટો કરીને રાજ્યમાં ફરતા અને બધું બરાબર ચાલે છે કે નહિ એની ખાતરી કરતા હતા. આવો જ વિચાર પીંપરી ચિંચવાડના પોલીસ કમિશ્નરને આવ્યો કે જયારે કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાય ત્યારે પોલીસ કર્મીઓ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે.
સૌથી પહેલા તેઓ પીંપરી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને કહ્યું કે દર્દીને હોસ્પિટલ લઇ જવો છે પણ એમ્બ્યુલન્સ વારો વધારે પૈસા માંગી રહ્યો છે. તો પોલીસ કર્મીએ તેમને સરખો જવાબ ન આપ્યો અને કહ્યું કે
આ અમારી જવાબદારી નથી નગરપાલિકાની છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કઈ મેર ન પડ્યો એટલે કમિશ્નનરે પોતાનું અસલી રૂપ બતાવ્યું ત્યારે કર્મચારીના તો પરસેવા છૂટી ગયા અને માફી માગવા લાગ્યો.
તેઓ ત્યાંથી પછી બીજા પોલીસ સ્ટેશને ગયા અને કહ્યું કે સાહેબ મારી ચેન ચોરાઈ ગઈ છે તેની ફરિયાદ નોંધી આપો. ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મચારીએ તરત જ ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું.
આખી ફરિયાદ નોંધાઈ ગઈ ત્યારે કમિશ્નરે પોતાની સાચી ઓળખ આપી અને કર્મચારીની પીઠ થપથપાવી ને કહ્યું કે આમ જ કામ કરતા રહેજો. ત્રીજા પોલીસ સ્ટેશનમાં ગઈને કહ્યું કે મારી દુકાનની આજુ બાજુ લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડે છે
ને મને ઉંગ નથી આવતી. ત્યારે પોલીસ કર્મીએ તરત જ બીજા કર્મચારીને ફોન કરીને ફટાકડા ફોડતા લોકોને પકડીને પોલીસ સ્ટેશને લાવવા જણાવ્યું. જો ઉપરી અધિકારી સમયે સમયે આવી પરીક્ષા લેતા રહે તો સિસ્મટ ખુબજ સરસ ચાલે.