કોરોનાની ઝપેટમાં આ દેશના લોકો જીવડાં અને ઘાસ ખાઈને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે…

આખી દુનિયા હાલમાં કોરોનાની મહામારીની વચ્ચે ઝઝૂમી રહી છે તેવામાં લોકોને ઘણી મોટી તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કેટલાય લોકોની નોકરી અને ધંધા છૂટી ગયા છે

જેનાથી તેઓને તેમનું જીવન જીવવાની માટે બહુ જ મોટો સંઘર્ષ પણ કરવો પડી રહ્યો છે. આ કોરોનાએ કેટલાય લોકોને બેઘર પણ કરી નાખ્યા છે લોકો રોડ ઉપર રહીને તેઓનું ગુજરાન ચલાવે છે.

તેવી જ રીતે આ કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ છે અને તેથી જ આફ્રિકાના એક દેશમાં લોકોને દુષ્કાળ પડ્યો હોય તેવી રીતે તેનો સામનો કરવો પડી રહ્યો છે.

તેથી આફ્રિકાના આ દેશના લોકો તેની સામે મોટી તકલીફનો સામનો પણ કરી રહ્યા છે. આ દેશમાં દુષ્કાળ પડવાથી અહીંના લોકો તેમનું પેટ ભરવાની માટે જંગલના પત્તાંઓ અને તીડ ખાઈને તેમના પેટમાં લાગેલી ભૂખ પુરી કરે છે.

આ દેશમાં થોડા થોડા સમયે આવી રહેલા પવનોને કારણે તેમના પાકને પણ નુકસાન પહોંચે છે, જેથી કરીને હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે, તેનાથી આ દેશના બાળકોની સ્થિતિ ખતરામાં છે.

ખાસ કરીને ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણની ચિંતા પણ સતાવી રહી છે. આ દેશના લોકોની પાસે ખાવાની માટે બીજો કોઈ સ્ત્રોત નથી અને તેથી તેઓ પાંદડાઓ અને જીવતા જીવડાઓ ખાઈને તેમનું ગુજરાન ચલાવે છે.

error: Content is protected !!