વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા નવી નીતિ ઘડવામાં આવી, કોરોના તારું હવે આવી બન્યું…
આજની સ્થિતિમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેનાથી લોકોને હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા જેથી કરીને હોસ્પિટલની બહાર લોકોએ મોટી લાઈનો કરવી પડી રહી છે. તેની સાથે સાથે ઓક્સિજનની અછત પણ વર્તાઈ રહી છે. લોકો આવી સ્થિતિમાં ઘણા હેરાન થઇ રહ્યા છે.
આવી કોરોનાની મહામારીને અંકુશમાં રાખવાની માટે કેટલાક કડક નીતિ અને નિયમો પણ ઘડ્યા છે. તેની સાથે સાથે વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવાની માટે કેટલીક નીતિઓ બનાવવામાં આવી છે
અને તેમાં વલસાડના દરેકે દરેક આરોગ્ય મથકોની ઉપર ૧૦૦ બેડ વાળું કોવીડ કેર સેન્ટરો યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ અને વલસાડ તંત્રએ આગળ કોરોનાના કેસો વધી જાય તો તેની સામે લડવાની માટે અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે.
આરોગ્ય વીભાગ એવું જણાવી રહ્યો છે કે, હવે દરેકે દરેક તાલુકાઓમાં ૫૦ ઓક્સિજન બેડ અને બાકીના ૫૦ બીજા બેડ એમ ૧૦૦ બેડ વળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.
તેની સાથે સાથે અમે બીજું એ પણ કામ કરી એ છીએ કે જેમાં, એક જ પરિવારના ઘરે કોઈ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો તેની સાથે સાથે ઘરના તમામ સભ્યો પોઝિટિવ ના આવે, આવા પરિવારની માટે પણ અલગ થી આઇસોલેશન કરવામાં આવશે.