કોરોના દર્દીઓને પાણીના ઈન્જેકશન આપીને, તેમના રેમડિસવીર ઈન્જેકશનને બહાર 30 હજારમાં વેચી રહી હતી લાલચુ નર્સ. જાણો શું થયું એની સાથે…

સમ્રગ દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે.ત્યારે એવામાં કોરોના દર્દીઓની સારવારમાં વપરાતી દવાઓ અને ઓક્સિજનની ખુબજ અછત વર્તાઈ રહી છે. એવામાં આ દવાઓની કાળાબજારી પણ થઈ રહી છે.900 રૂપિયાના રેમડિસવીર 30 હાજરમાં વેચાઈ રહ્યા છે.આવી જ એક કાળા બજારીની ઘટના ગુજરાતની એક હોસ્પિટલમાંથી સામે આવી છે.

પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર હોસ્પિટલનો એક નર્સિંગ સ્ટાફ તેને રેમડિસવીર આપતો હતો.તેના પર આરોપ છે કે તે હોસ્પિટલ માંથી રેમડિસવીર ઈન્જેકશન ચોરીને ઈન્જેકશનની કાળા બજારી કરતો હતો.

આ વ્યક્તિની ગર્લફ્રેન્ડ એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી તે ત્યાંથી રેમડિસવીર ચોરીને આપતી હતી.પોલીસને જાણકારી મળી હતી કે હોસ્પિટલની બહાર એક વ્યક્તિ રેમડિસવીર વેચવા માટે ઉભો છે.

પોલીસે પ્લાન કર્યો અને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસને તેની પાસેથી એક રેમડિસવીર ઇન્જેક્શન મળ્યું હતું.પોલીસ દ્વારા આ વ્યક્તિની પુછપરજ કરતા જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે

અને તેની ગર્લફ્રેન્ડ તેને રેમડિસવીર ઈન્જેકશન ચોરીને આપતી હતી અને દર્દીને રેમડિસવીરની જગ્યાએ કોઈ બીજું જ ઈન્જેકશન આપતી હતી.તેને એમ પણ કહ્યું કે આ કામ તે અને તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને કરે છે

અને અત્યાર સુધી તે રેમડિસવીરના ઘણા ઈન્જેકશનને 30 હાજરમાં વેચી ચૂકયા છે.હાલ પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવામા આવી રહી છે અને તેની ગર્લફ્રેન્ડની શોધ ખોર ચાલુ છે.

error: Content is protected !!