કોરોના દર્દીને દાખલ કર્યાના ૧૬ કલાક પછી પણ સારવાર ન મળતા, દર્દીએ કર્યું કંઈક આવું.

વડોદરાની સાયજીરાવ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે.આ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીએ પોતાનો વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.જેમાં વીડિયોમાં બનાવનાર યુવકે હોસ્પિટલ પ્રશાસન ઉપર ખુબજ ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ યુવકનો આરોપ છે કે તેને ગઈકાલે રાતે 11 વાગે સાયજીરાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ બીજા દિવસના બપોરના 2 વાગી ગયા છે તો પણ હજુ સુધી મારી કોઈ સારવાર કરવામાં આવી નથી.

સારવાર ન મળતા યુવકે પોતાના કોવીડ બેડ પર સુતા સુતા જ વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.આ વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે મને ગઈકાલે રાતે 11 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ થઇ રહી છે.અને અત્યારે બીજા દિવસના બપોરના 2 વાગી ગયા છે તો પણ મારી કોઈ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી નથી.

દાખલ થયા પછી 16 કલાક થઇ ગયા પણ યુવકની સારવાર ન થાત યુવકે પોતાનો જીવ બચાવવા માટે વિડીયો બનાવવો પડ્યો અને જયારે આ વિડીયો વાઇરલ થયો ત્યારે લોકો આ ઘટનાને હોસ્પિટલની ઘોર બેદરકારી ગણાવી રહયા છે.અત્યારે કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે.જેના કારણે હોસ્પિટલ પ્રશાસન દ્વાર આવી બેદરકારી સામે આવતી રહે છે.

error: Content is protected !!