કોરોનાના કેસો આવવા લાગ્યા જેથી હાર્ટ અટેકના કેસ બંધ થઇ ગયા એવું કેમ ?
આપણે જાણીએ છીએ તેવી જ રીતે છેલ્લા ૧૪ મહિનાથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તેમાં કોરોનાની આ બીજી ઘાતકી લહેરે લોકોને તેની સપેડામાં લઇ લીધા છે, લોકો તડપી રહ્યા છે હોસ્પિટલની બહાર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. તેની વચ્ચે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને જેથી લોકોનું મ્ર્ત્યુ પણ થઇ જતા હોય છે.
તેવામાં હૃદય રોગના તમામ નિષ્ણાતોનું એવું કહેવું છે કે, હાલમાં કોરોનાની બીમારી આવી ત્યારથી ખાસ કરીને હાર્ટ અટેકના કેસોમાં ઘટાડો થઇ ગયો છે. આ વિષે ડો.સમીર દાણી એવું કહી રહ્યા છે કે, કોરોનાંના દર્દીઓ એટલા વધી ગયા આ કેસો બધે જ દેશોમાં વધ્યા છે
અને તેથી જ હાર્ટ અટેક લોકોને આવતા જ બંધ થઇ ગયા અને નિષ્ણાતો આ કઈ રીતે થઇ રહ્યું છે તે પણ જાણી નહતા શક્યા. પણ અમેરિકા, ઇટલી અને ભારતમાં પણ હાર્ટ એટેકના કેસો હતા પણ કોરોનાના ડરને લીધે ખાસ કરીને આ લોકો હોસ્પિટલમાં નહતા ગયા.
આ ડોક્ટરનું એવું પણ કહેવું છે કે, ઘણા બધા હાર્ટ અટેક ઘરેથી જ સારવાર લઈને સજા થયા હતા. તેવી જ સ્થિતિમાં કોરોના પણ થાય અને તે જ દર્દીને હાર્ટ અટેક આવે એટલે કઈ ખબર ના પડે અને દર્દીનું મૃત્યુ થાય
તેવી સ્થિતિમાં આપણે એમ જ સમજીએ કે આ કોરોનાને લીધે આ દર્દીનું મૃત્યુ થયું છે. આ લોકડાઉન દરમિયાન ઓછા કેસો જોવા મળતા હતા. અત્યારે લોકો હિંમત બતાવી રહ્યા છે અને જો જરાય તકલીફ લાગે તો ડોક્ટરની સલાહ લઈને સારવાર મેળવી રહ્યા છે. જે પહેલાના સમયે ઓછા કેસો જોવા મરતા હતા હાર્ટ એટેકના અને આ વખતે એ નથી જોવા મળતા આ વખતે હાર્ટ અટેકની સંખ્યા એટલી ઓછી નથી જોવા મળતી.