એક જ પરિવારના ૫ લોકોનું મૃત્યુ થઈ જતા પરિવારમાં ૨ બાળકો જ વધ્યા, શું થશે આ બંનેનું હવે ?

તમને જે આ બે છોકરા દેખાય છે, તે બંને ભાઈ બહેન છે અને આ બંનેના આંસુ હવે સુકાઈ ગયા છે. કારણ કે આ બંનેના પરિવારમાં હવે આ બંને સિવાય કોઈ બચ્યું જ નથી. ફક્ત 3 જ અઠવાડિયામાં પરિવારના 5 સભ્યોના મૃત્યુ થતા આ બને હવે એકલા થઇ ગયા છે. એક સાથે માતા પિતા, ભાઈ, કાકા અને દાદીનું મૃત્યુ થઇ જતા પરિવારમાં હવે આ બને ભાઈ બહેન જ વધ્યા છે.

આ પરિવારના 5 સભ્યોનું મૃત્યુ શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે થયા હતા. પણ તેમના પરિવારના બીજા સભ્યો માનવા માટે તૈયાર નથી કે તેમના પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ કોરોનાથી થયું છે. ગામના લોકોનું માનવું છે કે પરિવારમાં થયેલા એક પછી એક મૃત્યુના કારણે સદમામાં આવીને પરિવારના બીજા સભ્યોનું મૃત્યુ થયું છે.

કોરોનાના કહેરથી આખાને આખા પરિવારો મૃત્યુ પામી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવારમાં મૃત્યુ પામેલા 23 વર્ષના છોકરાનું 6 મહિના પછી મોટી કંપનીમાં સિલેક્શન થવાનું હતું

એ સમાચારથી આખો પરિવાર ખુશ હતો પણ ભગવાનને આ ગમ્યું નહિ અને ખાલી 20 જ દિવસમાં પરિવારના એક પછી એક એમ 5 સભ્યોના મૃત્યુ થઇ જતા પરિવારમાં હવે ફક્ત ભાઈ બહેન જ વધ્યા છે.

error: Content is protected !!