ફક્ત ૧૩ જ કલાકમાં કોરોના આખા પરિવારને ભરખી ગયો, તેમની પાછળ હવે કોઈ રોવાવાળું પણ નથી બચ્યું.

કોરોનાની બીજી લહેરએ ઘણા પરીવાળોના માળા વિખેરી નાખ્યા છે. એવી જ એક ઘટના મહારાષ્ટ્રથી સામે આવી રહી છે. જેમાં ફક્ત 13 કલાક માંજ કોરોના આખા પરિવારને ભરખી ગયો.

એક જ પરિવાર 3 સભ્યોનું મૃત્યુ ફકત 13 કલાકમાં જ થઇ ગયું. આ પરિવારમાં ૩ સભ્યો હતા પતિ પત્ની અને છોકરો. કોરોના આ પરિવાર પર એવો કહેર બનીને વરસ્યો કે હસતો રમતો પરિવાર એક જ દિવસમાં વિખેરાઈ ગયો.

હવે આ પરિવારમાં કોઈ વધ્યું નથી. અફસોસ કે આ પરિવારના સભ્યોના મૃત્યુ પાછર કોઈ રોવાવાળું પણ નથી. ભલે મહારાષ્ટ્રમા અત્યારે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. પણ આ પરિવાર માટે કોરોના કહેર બનીને વરસ્યો.

આ પરિવાર મહારાષ્ટ્રના શિરસી ગામનો હતો. ઘરના મોભીનું નામ સહદેવ હતું સૌથી પહેલા તે કોરોના પોઝેટીવ થયા હતા. તેમના પછી તેમની પત્નીને પણ કોરોના થઇ ગયો.

આ બંનેની સેવા કરવા માટે તેમનો દીકરો મુંબઈથી ઘરે આવ્યો થોડા દિવસોમાં તેમના દીકરીને પણ કોરોના થઇ ગયો.બધાની હાલત સુધારવા લાગી પણ અચાનક ઘરના મોભી સહદેવનું નિધન થઇ ગયું.

તેના થોડા જ કલોકો પછી તેમની પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું તે બધાના 5 કલાક પછી તેમના દીકરાનું પણ મૃત્યુ થઇ ગયું. કોરોનાના કારણે આખા દેશ માંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. પણ આ પરિવાર સાથે જે થયું એની કોઈ એ કલ્પના પણ નહિ કરી હોય.

error: Content is protected !!