કોઈપણ જાતના કોચિંગ વગર આ ૨૨ વર્ષના ખેડુતપુત્રએ કોઈપણ જાતના ટ્યુશન વગર કલેકટર બની પિતાની છાતી ગજગજ ફુલાવી દીધી.
ઘણા યુવાનોનું સપનું હોય છે સરકારી અધિકારી બને અને પોતાનું સપનું પૂરું કરવા માટે યુવાનો ખુબજ મહેનત મજૂરી પણ કરતા હોય છે. અથાગ મહેનતથી અમૂક યુવાનોનું સપનું પૂરું થઇ જતું હોય છે. તો રાત દિવસ મહેનત પછી પણ ઘણા યુવાનોનું આ સપનું અધૂરું રહી જતું હોય છે.
આજે અમે તમને એવા યુવક વિષે જણાવીશું કે જેને માત્ર ૨૨ વર્ષની ઉંમરે સફળતા પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો.આ દીકરાનું મુકુંદ કુમાર છે અને તે બિહારના મધુબનો રહેવાસી છે. મુકુંદે ૨૨ વર્ષથી નાની ઉંમરે IAS બનીને એક ઇતિહાસ રચી દીધો.
૨૨ વર્ષની ઉંમરે ઘણા યુવાનોને ખબર પણ નથી હોતી કે તેમને જીવનમાં શું કરવું છે,એ ઉંમરે IAS બનીને મુકુંદે બધા લોકોને ચોંકાવી દીધા છે.જયારે મુકુંદ નાનો હતો ત્યારથી કલેકટર વિષે સાંભળ્યું હતું અને ત્યારથી તેને મનમાં ગાંઠ વાળી લીધી હતી કે તે મોટા થઇને કલેકટર બનશે.
ભણવાની સાથે સાથે મુકુંદે IAS કઈ રીતે બની શકાય છે. તેની બધી જ જાણકારી હાસિલ કરી લીધી. અને તેમને જયારે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે IAS ની તૈયારીમાં ૨.૫૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
મુકુંદના પિતા ખેડૂત હોવાથી તે પોતાના પિતા પાસે આટલા રૂપિયા નહિ માંગી શકે, પણ તેમને પોતાનું સપનું પૂરું કરવું હતું. માટે તેમને જાતે જ તૈયારી કરવાનું નક્કી કર્યું અને તેમને ૨૦૧૯ માં પોતાનો પહેલો પ્રયાસ UPSC માટે કર્યો અને તેમને કોઈપણ જાતના ટ્યુશન વગર પોતાના પ્રથમ પ્રયાસમાં જ IAS બનીને બધા લોકોને ચોંકાવી દીધા એ પણ ફક્ત ૨૨ વર્ષની ઉંમરમાં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.