એક સામાન્ય પરિવારની છોકરી થી કિંજલ દવે સુધીની સફળ જેને જાણીને તમને પણ પોતાના જીવનમાં કંઈક કરી બતાવવાની ઈચ્છા થશે…

આપણા ગુજરાતમાં એવા કેટલાય ગુજરાતી કલાકારો છે જેમની વિષે આપણે જાણીએ જ છીએ. તેવી જ રીતે આજે આપણે કિંજલ દવેની વિષે જાણીએ, તેઓ ક્યાં રહે છે અને તેમના જીવનમાં તેઓ કેવી રીતે સફળ થયા. હાલમાં કિંજલ દવેને સૌ કોઈ ઓરખતું જ હશે. તેઓ દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત થઇ ગયા છે.

કિંજલ દવેનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૯૯ ના રોજ થયો હતો, કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં થયો હતો. તેમનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કિંજલ દવેના પપ્પાનું નામ લાલાજીભાઈ જોશી છે

તેઓ ડાયમન્ડની કંપનીમાં કામ કરતા હતા અને સમય મળે એટલે ગીતો પણ લખતા હતા. તેમનો એક ભાઈ પણ છે જેનું નામ આકાશ છે અને તેમની માતાનું નામ ભાનુબેન છે. કિંજલ દવેએ તેમનું ભણતર અમદાવાદમાં પૂરું કર્યું છે.

જે વખતે કિંજલ દવે ભણતા હતા ત્યારથી જ તેઓને ગીતો ગાવાનો ઘણો શોખ હતો અને ત્યારથી જ તેઓ સ્કૂલમાં પણ ગીતો ગાતા હતા. તેઓ ગીતો ગાતા જ ગયા અને તેમના પપ્પાએ તેમને ખુબ જ સપોર્ટ કર્યો અને ત્યારપછી તેઓનું નામ બનવા લાગ્યું.

ત્યારબાદ કિંજલ દવેની સગાઈ પવન જોશીની સાથે કરી છે, તેમના લગ્ન થવાના બાકી છે. કિંજલ દવે હાલમાં તેમના પરિવારની સાથે અમદાવાદમાં રહે છે. કિંજલ દવેએ કેટલાય ગુજરાતી ગીતો ગયા છે

જેમાં તેઓએ પહેલું સોન્ગ ડીજે જોનડિયા હતું અને ત્યારબાદ ચાર બંગડી વળી ઓડી ગીત ગયું હતું. જ્યારથી તેઓએ કેટલા ગીતો ગયા અને જેથી તેઓ બહુ જ પ્રખ્યાત થઇ ગયા અને તેઓ સફળ બની ગયા.

error: Content is protected !!