ખોડલધામ કાગવડમાં માં ખોડિયારના દર્શને અત્યાર સુધી ઘણા ભક્તો ગયા જ હશે પણ અહીંની આ એક વાત વિષે મોટા ભાગના ભક્તોને નહિ ખબર હોય.

આપણા દેશમાં ખુબ જ મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં ઘણા વર્ષો જુના ઇતિહાસ પણ રહેલા હોય છે. આજે આપણે એક એવા જ કાગવડમાં આવેલા માં ખોડિયારના મંદિરના ઇતિહાસ વિષે જાણીએ. ખોડલધામ રાજકોટથી જૂનાગઢ હાઇવે પર જેતપુર તાલુકાના કાગવડમાં આવેલું છે.

વર્ષ ૨૦૦૨ માં નરેશ પટેલને એવો વિચાર આવ્યો કે એક એવું મંદિર બનાવીએ જ્યાં આખો લેઉવા સમાજ એક જ છત્ર નીચે ભેગો થાય. પછી આ મંદિર બધા જ સમાજના લોકો માટે મદદરૂપ થાય,

આમ વિચારીને વર્ષ ૨૦૧૧ માં જાન્યુઆરી મહિનામાં ૨૧ તારીખે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ વિધિ પછીના એક વર્ષે શીલા પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

એ વખતે ૧૭ તારીખથી ૨૧ તારીખ સુધી ૭૫ લાખ ભક્તોએ માતાજીની આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો, આ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ સાથે કુલ ૨૧ જેટલી દેવીઓની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે.

આ મંદિરની બીજી એવી વિશેષતા પણ છે કે જેમાં મંદિરના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર ધ્વજ પણ ફરકે છે. આ મંદિરમાં દર્શને આવતા બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ માતાજી પુરી કરે છે.

આ મંદિરમાં શિલ્પ કલા પણ જોવા મળે છે. આ મંદિરમાં દિવ્યાંગ લોકો માટે દર્શન કરવા જવા આવવા માટે એક વાહનની પણ સુવિધા કરવામાં આવી છે. તેની સાથે સાથે અહીંયા ભોજન શાળા પણ બનાવવામાં આવી છે. આ મંદિરમાં માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ દુઃખો પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!