ખંભાતનો યુવક વેલ વિદાયની રસમમાં, પોતાની પત્નીને તેડવા હેલીકૉપટર લઈને પહોંચ્યો, દુલ્હનનો પરિવાર રાજીના રેડ થઇ ગયો.
લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા અવનવા કામો કરતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં રાજપૂત સમાજનો એક યુવક પોતાની પત્નીને લેવા હેલીકૉપટર લઈને આવ્યો.
બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહના લગ્ન રાજકોટમાં રહેતા હેમાંગી બા સાથે થયા હતા, રાજપૂત સમાજમાં એક રિવાજ છે કે દીકરીના લગ્ન વરરાજાના ઘરે થાય છે,
માટે લગ્ન પહેલા વરરાજા પોતાની થનારા પત્નીને તેડવા માટે આવે છે. સમાજના રીતિ રિવાજ પ્રમાણે ઋષિરાજસિંહ પણ પોતાની પત્ની હેમાંગી બાને તેડવા માટે આવ્યા હતા. આ રસમને વેલ વીદાય કહેવામાં આવે છે.
તો ઋષિરાજસિંહ હેમાંગીબા ને તેડવા માટે હેલીકૉપટર લઈને આવ્યા હતા. જ્યાં દુલ્હનના પરિવારમાં.ખુબજ ખુશીનું વાતવરણ સર્જાયું હતું. હેમાંગી બા ના પિતાએ પણ વરપક્ષ પર ફૂલોનો વરસાદ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
પિતાએ પણ પોતાની દીકરીને ખુબજ ધૂમધામથી વેલ વિદાય આપી હતી. આ પહેલો એવો મોકો હતો કે કોઈ વેલ વિદાયમાં હેલીકૉપટર લઈને આવ્યો હતો, હેલીકૉપટરમાં આવેલા વરરાજાને જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા.
લોકોની હોતી ભીડ ઉમટી પડી હતી, હેમાંગી બા ના પિતાએ પણ ખુબજ ખુશી વ્યકત કરી હતી કે મારી દીકરીની વેલ વિદાય માટે હેલીકૉપટર આવ્યું હતું, જેનાથી આમારા પરિવારમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.