આ ખેડૂત લોકોને ઓક્સિજન વગર મૃત્યુ પામતા ન જોઈ શક્યો તો પોતાની દીકરીઓના લગ્ન માટે ભેગા કરેલા પૈસા દાન કરી દીધા.

કોરોનાની બીજી લહેરમાં વધતા કેસો અને રોજના થતા હજારો મૃત્યુએ લોકોને વિચારમાં મૂકી દીધા છે. એવામાં સરકાર આ હાલતને કાબુમાં કરવાના પ્રયાસો કરી રહી છે અને એવામાં સામાન્ય લોકો પણ પોતાની

જવાબદારી સમજીને સંભવ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે એક ખેડૂત પોતાની બે દીકરીઓ સાથે કલેક્ટરની ઓફિસે પહોંચ્યો હતો અને આ મુશ્કેલીના સમયમાં આ ખેડૂત પણ માનવતાની મિસાલ બન્યો છે.

આ ખેડૂતે પોતાની દીકરીઓના લગ્ન ધૂમ ધામથી કરવા માટે પૈસા ભેગા કર્યા હતા પણ કોરોનાની આ પરોસ્થિતિએ આ ખેડૂતનું મન એવું વિચલિત કરી દીધું કે પોતાની દીકરીઓના લગ્ન માટે ભેગા કરેલા પૈસા દાન કરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા. તેમને કલેક્ટરને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો કે જેથી કોરોના દર્દીઓ માટે ઓક્સિજન ખરીદી શકાય.

પોતાના પિતાના આ નિર્ણયમાં તેમની દીકરીઓનો પણ સહયોગ હતો. બધા પિતાઓની જેમ અશોક ભાઈનું પણ સપનું હતું કે તેમની દીકરીઓના લગ્ન ધૂમ ધામથી કરે પણ કોરોનાની મહામારીના કારણે એ સંભવ ન હતું

માટે તેમને પોતાની દીકરીઓના લગ્ન પરિવારની હાજરીમાં જ કરવાના નક્કી કર્યા અને બચેલા પૈસા કોરોના દર્દીઓની સારવાર માટે દાન કરવાનું નક્કી કર્યું હતું તેમના આ નિર્ણયમાં તેમના પરિવારનો પણ સાથ હતો. ઘણા લોકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને કાળાબજારી કરતા હોય છે. એવામાં આ ખેડૂતે લીધેલા નિર્ણયને માનવતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

error: Content is protected !!