લોકડાઉન હોવા છતાં ગામડાના યુવકે વિદેશી ગોરી મેમ સાથે કર્યા લગ્ન તેમને જોવા આખું ગામ ઉમટી પડ્યું.

સાચા પ્રેમને દેશની સરહદો પણ નથી રોકી શકતી આવો જ એક કિસ્સો હરિયાણાના રોહતકથી સામે આવ્યો છે. નિરંજન નામનો યુવક કે જે રોહતકમાં રહે છે. નિરંજને 2017 માં સ્પેનિશ ભાષા શીખવા માટે ઓનલાઇન કોર્સ જોઈન કર્યો હતો.

આ જ કોર્સમાં મેક્સિકોની દાના નામની છોકરીએ પણ આ કોર્સમાં એડમિશન લીધું હતું. નિરંજન અને દાનાને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો.

દેશ અલગ ભાષા અલગ પણ દિલને આ બધું કયા ખબર હોય છે. 2017 માંજ નિરંજન દાનાને મળવા માટે મેક્સિકો પહોંચી ગયા. આ પછી દાના પણ પોતાની માં સાથે ભારત આવી અને તેમને લગ્ન કરવાનું નક્કી કર્યું.

દાનાની માતા એ વિચાર્યું કે 1 મહિનામાં લગ્ન પુરા થઇ જશે એટલે હું જતી રહીશ પણ એવામાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું. દાના અને તેની માતા ટુરિસ્ટ વિઝા પર હતા માટે તેમને પાછું જવું જ પડે એમ હતું.

નિરંજને જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી અને કલેક્ટરે મુખ્યમંત્રી સાથે વિડીયો કોલ પણ વાત કરાવી અને નિરંજન અને દાના માટે રાતે 8 વાગે કોર્ટ ખોલાવવામાં આવી અને આખરે બંનેના લગ્ન થઇ ગયા. નિરંજને મદદ માટે સરકારનો આભાર માન્યો. આખરે ઘણી તકલીફો પછી પણ નિરંજન ઘરે વિદેશી વહુ લાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!