વાહ મારા બનાસકાંઠાના ખેડૂત ૧૫ લાખ રૂપિયા ખર્ચીને જાતે જ ખેત તલાવડી બનાવી દીધી, જે તેમની ૫ એકકર જમીનને ૪૦ વખત પિયત કરી શકશે

ગુજરાતના ખેડૂતો પણ અવારનવાર કમાલના કામ કરતા હોય છે, બનાસકાંઠાના ખેડૂતો કેટલીય વખતે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. બનાસકાંઠાના સ્થાનિકોને ખેતીનું પાણી તો ઠીક પણ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પણ અછત વર્તાઈ છે. તેવામાં ત્યાંના એક સ્થાનિક ખેડૂતે મોટી ખેતતલાવડી બનાવીને ખેતીના પાણીની સમસ્યાનો નિકાલ કરી દીધો છે.

આ ખેડૂતો હવે બધી જ સીઝનમાં પાક લઇ શકે છે, જેમાં ચોમાસાના પાણીનો પણ સંગ્રહ કરીને પાક માટે વાપરે છે. આ ખેત તલાવડી બનાવનાર ખેડૂતનું નામ અણદાભાઇ અને ખેડૂત ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે

અમે આ તલાવડી અડધા વીઘામાં ૧૧૦ ફૂટ લાંબી અને ૧૧૦ ફૂટ પહોળી તથા ૩૨ ફૂટ ઊંડી બનાવી છે. અણદાભાઇ જણાવે છે કે, તેઓએ ૧૫ દિવસ સુધી આ ખેત તલાવડી JCB થી ખોદાવી હતી અને ત્યારબાદ તેની ઉપર ૧૪૦ બાય ૧૪૦ ફૂટનું પ્લાસ્ટિક લાવીને આ ખોદેલી તલાવડી ઉપર પાથરીને તેની ઉપર ૭૮૦૦૦ જેટલી લાલ ઈંટો તેની ઉપર પાથરી હતી.

આ ખેતતલાવડીની ક્ષમતા ૫૬ લાખ લીટર પાણીની છે, જેનાથી તેઓ તેમની ૧૦ વીઘા જમીનને ૪૦ વખતે પિયત કરી શકશે. એક પાકની પાછળ અમે ૭ પાણ પીવડાઈ શકીએ છીએ. અણદાભાઇ એક શિક્ષકની સાથે સાથે ખેડૂત પણ છે,

તેઓએ આ તલાવડી બનાવવા પાછળ રૂપિયા ૧૫ લાખનો ખર્ચો કર્યો છે. આ ખેડૂતોએ જાતે જ આત્મનિર્ભર બનીને ખેડૂતોએ તેમના પાકને થતું નુકસાન અટકાવવા માટે આ એક અનોખો અને નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

ખેડૂતોના પાકને થતું નુકસાનની સામે આ ખેડૂતોએ સરકાર પાસે કઈ માંગવા કરતા તેમની અનોખી બુદ્ધિથી આ ખેતતલાવડી બનાવીને થતા નુકસાનને અટકાવ્યુ છે.

Credit By – BBC News Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!