જે લોકોને અપચાની તકલીફ રહે છે તે લોકો ખાસ આ વાંચો, તમારી તમામ અપચાને લગતી સમસ્યાઓ દૂર થઇ જશે.

માણસના જીવનમાં થોડી થોડી મુસીબતો આવતી જ રહેતી હોય છે, જેમાં કોઈકને બાળપણથી શરીરમાં અપચા જેવી તકલીફ રહેતી જ હોય છે. તેઓ આ બીમારીથી મોટી તકલીફમાં મુકાઈ જતા હોય છે.

તેવામાં જે લોકોને આ ખાધેલું બરાબર પચતું નથી કે અધકચરું પચે છે. જેથી આ અપચો થવાથી ખાધેલા ભોજનમાંથી પૂરતા પ્રમાણમાં શક્તિ અને પોષક તત્વો નથી મળતા. પરિણામે આંતરડામાં પડી રહેલો ના પચેલો ખોરાક શરીરને રોગિષ્ઠ બનાવીને આ અપચા જેવી તકલીફને ઉભી કરે છે.

આ અપચાથી બચવાની માટે તમારે તમારા ખાવાની અને પીવાની ચીજોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી પેટ એકદમ સાફ ના થાય ત્યાં સુધી એકદમ હળવો ખોરાક જ લેવો જોઈએ. સવારે નાસ્તામાં ફણગાવેલા મગ અને મઠ ખાવા જોઈએ

અને હળવો નાસ્તો કરવો જોઈએ. તેની સાથે સાથે સવારે પપૈયું ખાવું જોઈએ જેને ખાવાથી શરીરની પાચન પ્રક્રિયા સુધરે છે. તેની સાથે સાથે ફુદીનો, તુલસી, આદુ, મરી, લીંબુ જેવા ઔષધો પાચન શક્તિમાં ૧૦૦% અસરકારક છે.

આદુ અને લીંબુ, આદુ ફુદીનો, ફુદીનો લીંબુ અને આદુનું પણ શરબત લોકો પિતા હોય છે. આ પ્રકારના શરબતો પીવાથી પણ અપચાની સામે રાહત મળે છે. જે લોકોને અપચો થતો હોય તેઓએ હૂંફાળું અને ઉંકારેલું જ પાણી પીવું જોઈએ. તેની સાથે સાથે ભોજન ચાવીને ખાવું જોઈએ. અપચાના દર્દીને બાફેલો, રાંધેલો અને વઢારેલો ખોરાક જ પચે છે જેથી આ દર્દીએ એવો જ ખોરાક ખાવો જોઈએ.

જે લોકોને અપચો થતો હોય તેવા દર્દીઓએ તીખો, તરેલો અને વાસી ખોરાક ના ખાવો જોઈએ. જે વખતે તમને અપચો થાય તેવામાં ચા, કોફી, ઠંડા પીણાં, તમાકુ આ બધું વ્યસન નથી કરવાનું. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને જલ્દીથી રાહત મળી જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!