જો તમે પણ ૨૫ હજારમાં તમારા સગા માટે રેમડેસીવીર ઈન્જેકશન ખરીદી રહ્યા છો તે અસલી તો છે ને ?

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણમાં સંજીવની સમાન રેમડિસવીર ઈન્જેકશનની અછત સર્જાતા તેની કાળા બજારી ખુબજ જોર શોરથી ચાલી રહી છે. રેમડિસવીર ઈન્જેકશનની કાળા બજારી એક પછી એક બહાર આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત પોલીસ દ્વારા મોટી માત્રામાં નકલી રેમડિસવીર ઈન્જેકશનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ધ્વરા ગુજરાતના મોટા મોટા શહેરોમાં બાજ નજર રાખીને રેમડિસવીર ઈન્જેકશનની કાળાબજારી રોકવાના પ્રયાસો ખુબ ચાલી રહયા છે.
.
પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 57 જેટલા લોકોની ધરપકડ કરવામા આવી છે. પોલીસ દ્વારા મોરબીમાં 41 ઈન્જેકશન સાથે 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અને તેમની પાસે લગભગ 2 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અમદાવાદના જુહાપુરામાં રેડ પડતા 1000 જેટલા રેમડિસવીર ઈન્જેકશન મળી આવ્યા છે.

સુરતથી નકલી રેમડિસવીર ઈન્જેકશન બનાવતી એક ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરીમાં ગ્લુકોજ અને મીઠું નાખીને રેમડિસવીર બનાવવામાં આવતું હતું. પોલીસની પુછતાજમાં જાણકારી મળી છે કે

આ આરોપીઓએ અત્યાર સુધી 5 હજાર જેટલા ઈન્જેકશન વેચ્યા છે. હાલ આ આરોપીઓ પર ગુનો નોંધીને તાપસ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, વડોદરામાં અને મોરબીમાંથી નકલી રેમડિસવીર ઈન્જેકશન બનાવવાનું રેકેટ ઝડપાયું છે.

error: Content is protected !!