પોલીસ કર્મીએ સવારે તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાંજે ૨૧૦૦ લોકોના જીવ બચાવીને પોતાની માને શ્રદ્ધાંજલિ આપી…

કોરોનાની કપળી સ્થિતિમાં દેશના લોકો ખુબ જ હેરાન થઇ ગયા છે, આ પરિસ્થિતિમાં લોકો એક બીજાની મદદ પણ કરી રહ્યા છે. તેવામાં આપણે એક એવા જ પોલીસ કર્મીની વાત કરીએ જે તેની પોતાના ઉપર વીતેલી પળોને ભૂલીને પૂરથી પ્રભાવિત થઇ ગયેલા લોકોની મદદે આવ ગયો હતો. આ મામલો ઓડિશાના કેન્દ્રપરા જિલ્લાના એક પોલીસકર્મીનો છે જેમાં તેની ૮૫ વર્ષીય માતાની સવારે અંતિમ વિધિ કરી હતી.

આ પોલીસ જવાન ફરજ પર પાછા આવ્યાની સાથે જ આવેલા પૂરમાં ગ્રસ્ત લોકોને મદદ કરવાનું ચાલુ કરી દીધું હતું. આ પોલીસકર્મીનું નામ કલંદી બેહેરા છે, તે માર્શાળામાં મુકાયેલ હતા.

જ્યારે તેની માતાનું અવસાન થયું, ત્યારે તે પાછો પોલીસ સ્ટેશનમાં ગયો હતો. વર્ષ ૨૦૨૦માં એમફાન આવ્યું હતું તેવામાં તમામ પોલીસ કર્મીઓ તૈયાર જ હતા. હાલમાં કલાંદી બેહેરા તાજેતરના ચક્રવાત યાસમાં પણ લોકોની મદદ કરી હતી.

થોડાક દિવસો પહેલા બેહરાની માતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. અને તેઓ જાજપુરમાં તેના વતન ગામ બિંઝારપુર ગયો હતો ત્યાં તેઓએ તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા.

પછી તે જ દિવસે સાંજે ડ્યૂટી ઉપર પાછો આવ્યો હતો. બેહરાએ જણાવ્યું હતું કે, યાસને કારણે પાંચ પંચાયતોના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના થઇ શકે તેમ હતી જેથી આ ગામો તેરાગાંવ, ગદરમિતા, પટલિપાંક, અમિપાલ અને તિચિરી હતા. પૂર આવતા પહેલા જ ત્યાંના લોકોને ત્યાંથી હટાવી દેવા ખુબ જ જરૂરી હતું.

યાસે કેટલાય ઝાડ ઉથલાવી દીધા હતા અને તેમના સ્થળો એથી ઇલેક્ટ્રિક પોલ્સ પણ હચમચી ગયા છે. આ દરમિયાન, મેં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મદદ કરીને તેઓનું સ્થળાંતર પણ કરી દીધું હતું.

તે લોકોની મદદ કરવામાં સામેલ થયા. બેહરા, અન્ય પોલીસ અધિકારીઓની મદદથી, આ પૂરથી પ્રભાવિત ગામોના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ઓછામાં ઓછા ૨૧૦૦ જેટલા લોકોને સહી સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!