વડોદરા પોલીસની આવી ખુમારી તમે કોઈ દિવસ નઈ જોઈ હોય…

કોરોનાની મહામારીમાં કેટલાય લોકોએ તેમનો જીવ ગુમાવી દીધો છે, તેવામાં કોરોનાની બીજી અને ઘાતકી લહેરે એવું સ્વરૂપ ધારણ કર્યું હતું કે જેથી કેટલાય લોકો તેની સપેડમાં સપડાઈ ગયા હતા

અને તેમાં તેઓને તેમનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાલમાં શાંત પડી ગઈ છે, તો સરકારે વધુ ઝડપે કોરોનાની વેક્સીન લોકોને આપવાની શરૂઆત કરી લીધી છે.

તેવામાં કેટલાય લોકો આ રસી નથી લેવા માંગતા તેઓમાં કોઈ પ્રકારનો એક ડર ઘૂસી ગયો છે, તો આરોગ્યની ટીમ તેઓને પણ આ રસી લેવા માટે પ્રેરિત કરે છે. તો બીજી બાજુ ઘણા બધા એવા લોકો છે જેમને રસી તો લેવી છે

પણ કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું તેની ખાસ ખબર નથી પડતી. જેથી હાલમાં એવા કેટલાય ફેરિયાઓ, દુકાનદારો, અને છૂટક કામ કરતા માણસો અને બાકીના બધા જ લોકોની માટે હાલમાં વડોદરા પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વડોદરા પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી શહેરના સીટી પોલીસ શી ટીમ મારફતે આવા લોકોને રસી લેવા માટે રજીસ્ટ્રેશન કરી આપવાનું ચાલુ કર્યું છે આ ટીમે ઘણા અજાણ વ્યક્તિઓને રસી અપાવવાનું કામકરી ગુજરાત સહીત દેશમાં રસીકરણની પ્રક્રિયાને વેગ આપવાનું કામ કર્યું છે.

error: Content is protected !!