જામનગરના ડોક્ટરોએ 5 મહિનાના અધૂરા ગર્ભે જન્મેલી બાળકીને બચાવવા ૧૨૫ દિવસ સુધી ICU માં દિવસ રાત એક કરીને આખરે બાળકીને નવું જીવનદાન આપ્યું.

જામનગરની આ ઘટનાએ આ કહેવતને સાચી સિદ્ધ કરી છે. જેને રામ રાખે તેને કોણ ચાખે. જામનગરમાં ભગવાનના આશીર્વાદથી 5 મહિનાના અધૂરા માસે જન્મેલી બાળકીને નવું જીવનદાન મળ્યું છે. 5 મહિને જન્મેલી બાળકીને હોસ્પિટલમાં 125 દિવસની સારવાર બાદ નવું જીવનદાન મળ્યું છે. બાળકીનો 5 મહિનાના અધૂરા ગર્ભના સમયમાં જન્મ થયો હતો.

Miracle baby jamnagar

જન્મના સમયે બાળકીનું વજન માત્ર 575 ગ્રામ હતું. ડોક્ટરોએ બાળકીને નવું જીવન આપવા માટે રાત દિવસ એક કરી દીધો હતો. 125 દિવસની સારવારમાં 89 દિવસતો બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી

good baby

અને 125 સુધીતો ICU માંજ રાખવામાં આવી હતી. એના પછી બાળકીને નવું જીવન મળ્યું છે. બાળકીને જન્મની સાથે જ શ્વાસ ફુલાવો, હ્રદયની નળી ખુલ્લી રહેવી, આંતરડાની તકલીફ, મગજનો યોગ્ય વિકાસ થવો આ બધી તકલીફોથી બાળકીને બચાવવી ખુબજ પડકાર જનક હતી.

Miracle baby

આધુનિક ટેક્નોલોજી અને મશીનોની મદદથી ડોક્ટરોએ બાળકીને નવું જીવનદાન આપીને મોટી સફળતા હાસલ કરી છે. બાળકીને નવું જીવનદાન મળતા બાળકીના પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી.

જન્મ સમયે બાળકીનું વજન ફક્ત 575 ગ્રામ હતું અને 125 દિવસની સારવાર બાદ તેનું વજન ૨.૫ કિલો હતું. બાળક માનસિક રીતે પણ ખુબજ સ્વસ્થ છે અને સામાન્ય બાળકોની જેમ આજે આ બાળકી પોતાના પરિવાર સાથે સ્વસ્થ અને ખુશીથી પોતાનું જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!